________________
૧૪૧
રથનેમીય દીક્ષા લીધા પહેલાં એક વર્ષ સુધી મહામૂલા દાન કરે છે) દઈ આખરે એક હજાર સાધકો સાથે દીક્ષિત થયા.
૨૧. નેમિનાથે ઘેર આવી જેવું ચારિત્ર લેવાનું મન કર્યું કે તે જ વખતે તેમના પૂર્વ પ્રભાવથી પ્રેરાઈ દિવ્યઋદ્ધિ અને મોટી પરિષદ સાથે ઘણા (લોકાંતિક) દેવો ત્યાં ભગવાનનું નિષ્ક્રમણ કરાવવા માટે મનુષ્યલોકમાં ઊતર્યા.
નોંધ : નેમિનાથ એ જૈનશાસનના ૨૪ તીર્થકરો (સર્વોત્તમ ભગવાનો) પૈકીના બાવીસમા તીર્થકર હતા. ઘણા ભવોના તીવ્રતર પુરુષાર્થ પછી જ તીર્થંકર પદ પ્રાપ્ત થાય છે. જે સમયે તીર્થકર દેવ અભિનિષ્ક્રમણ કરે છે તે વખતે દેવગતિમાંના જે પ્રશસ્ત દેવો ત્યાં આકર્ષાય છે તે લોકાંતિક દેવો તરીકે ઓળખાય છે.
૨૨. આવી રીતે અનેક દેવો અને અનેક મનુષ્યના પરિવારથી વિંટાયેલા તે નેમીશ્વર રત્નની પાલખી પર આરૂઢ થયા અને દ્વારકા (તેમના નિવાસસ્થાન) નગરીથી નીકળી રૈવતક (ગિરનાર) પર્વતમાં આવેલા ઉદ્યાનમાં ગયા.
૨૩. ઉઘાને પહોંચ્યા પછી તુરત જ દેવે બનાવેલી ઉત્તમ પાલખીમાંથી ઊતરી પડ્યા અને એક હજાર સાધકોની સાથે તેમણે ચિત્રા નક્ષત્રમાં ત્યાં પ્રવ્રજ્યા સ્વીકારી લીધી.
નોંધ : શ્રીકૃષ્ણના આઠ પુત્રો બળદેવના ૭૨ પુત્રો, શ્રીકૃષ્ણના પ૬૩ ભાઈઓ, ઉગ્રસેન રાજાના આઠ પુત્રો, નેમિનાથના ૨૮ ભાઈઓ, દેવસેનમુનિ વગેરે ૧૦૦ અને ૨૧૦ યાદવ પુત્રો તથા આઠ મોટા રાજાઓ, એક અક્ષોભ, બીજો તેનો પુત્ર અને ત્રીજા વરદત્ત એમ બધા મળી એકી સાથે એક હજાર પુરુષ સાથે ચિત્રા નક્ષત્રમાં ઘેરથી નેમિનાથ નીકળ્યા હતા. - ૨૪. (પાલખીથી ઊતર્યા પછી) પ્રવ્રજ્યા લેતી વખતે શીધ્ર તેણે સુગંધમય, સુકોમળ અને વાંકડિયા વળેલા કેશનું તુરત જ પોતાને હાથે જ પાંચ મુષ્ટિઓથી લુચન કર્યું અને સમાધિપૂર્વક સાધુતા સ્વયં સ્વીકારી લીધી.
રપ. જિતેન્દ્રિય અને મુંડિત થયેલા તે મુનિશ્વરને વાસુદેવે કહ્યું : હે સંયતીશ્વર ! આપના ઇચ્છિત શ્રેય (મુક્તિ)ને શીધ્ર પામો.
૨૬. અને જ્ઞાન, દર્શન તથા ચારિત્ર વડે તેમ જ ક્ષમા તથા નિર્લોભતાના ગુણો વડે આગળ અને આગળ વધો. (આ કેવું સુંદર આશીર્વચન છે ! સાચો સંબંધ આને જ કહેવાય.