________________
૧૪૦
ઉત્તરાધ્યયન સૂત્ર ૧૫. માંસ ભક્ષણ કરવા માટે રોકેલાં અને તેથી મૃત્યુની સમીપ પહોચેલા એવા પ્રાણીઓને જોઈને તે બુદ્ધિમાન નેમિનાથ સારથિને સંબોધીને આ પ્રમાણે બોલ્યા :
૧૬. સુખનાં ઇચ્છુક એવાં આ પ્રાણીઓને શા સારુ વાડામાં અને આ પાંજરામાં રુંધી રાખ્યાં હશે ?
૧૭. આ સાંભળીને સારથિએ કહ્યું : એ બધાં નિર્દોષ જીવો આપના જ આ વિવાહ કાર્યમાં આવેલા લોકોને જમાડવા સારુ અહીં ગોંધી રાખ્યાં છે.
૧૮. ‘તમારા લગ્ન નિમિત્તે પણ ઘણા જીવોનો વિનાશ !' આ વચન સાંભળીને સર્વ જીવો પર અનુકંપા ધરાવનાર બુદ્ધિમાન નેમિરાજા ખૂબ જ વિચારમાં પડી ગયા.
૧૯. જો મારા જ કારણથી આવા અસંખ્ય નિર્દોષ જીવો હણાઈ જતા હોય તો તે વસ્તુ મારે માટે આ લોક કે પરલોક ઉભયમાં લેશમાત્ર કલ્યાણકારી નથી.
નોંધ : અનુકંપા વૃત્તિના દિવ્યપ્રભાવે તેના હૃદયને હલમલાવી મૂક્યું પ્રથમ તેણે વિચાર્યું કે લગ્નક્રિયા જેવી સામાન્ય ક્રિયામાં પણ આવી ઘોર હિંસા ! લેશ રસાસ્વાદમાં આટલો અનર્થ ! સંસારનાં પામર જીવો શું અન્યનાં દુઃખ પારખવાની લાગણી સાવ ખોઈ બેઠા હશે ? આવો સામાન્ય વિચાર પણ તેમને કેમ ફુરતો નહિ હોય ? ખરેખર જ્યાં તે દૃષ્ટિ જ નથી
ત્યાં વિચાર શાના હોય ? જ્યાં અંધ અનુકરણ છે ત્યાં વિવેક ક્યાંથી જન્મે ? આવા અનર્થ સંયોગોથી શો લાભ ? આવા સંબંધોમાં પતન સિવાય ઉન્નતિ ક્યાં હતી ? આવા ગંભીર ચિંતનના પરિણામે તેને તીવ્ર નિર્વેદ થયો. સંસારની આસક્તિ ઊડી ગઈ. રમણીના કોમળ પ્રલોભનનો ચેપ તેને લોભાવી ન શક્યો.
૨૦. તુરત જ તે યશસ્વી નેમિનાથે પોતાના કાનનાં યુગલ (બંને) કુંડલ, લગ્નનું ચિહ્નભૂત સૂત્ર તથા બધાં આભરણો સારથિને અર્પણ કર્યો અને ત્યાંથી જ પાછા વળી ગયા.
નોંધ : ઐતિહાસિક નોંધ મળે છે કે નેમિનાથ તે જ સમયે આગળ ન વધતાં ઘર તરફ પાછા વળ્યા. એકાએક આવી જાતના પરિવર્તને તેમના સ્નેહીજનોને અસહ્ય ખેદ ઉપજાવ્યો. પછી તો બહુ બહુ કહેવા છતાં પાછા ન વળ્યા અને વૈરાગ્ય પ્રબળ જ થતો ગયો. વરસીદાન (પ્રત્યેક તીર્થકરો