________________
મહાનિર્ગથીય
૧૩૧ ૪૯. એવા કુસાધુઓનો ત્યાગ પણ નિષ્ફળ નીવડે છે અને તેનો પુરુષાર્થ પણ વિપરીત થઈ જાય છે. ભ્રષ્ટાચારીને આ લોક કે પરલોકમાં જરા પણ શાંતિ થતી નથી. તે (આંતરિક અને બાહ્ય) બંને પ્રકારનાં દુઃખનો ભોગ બની જાય છે.
પ૦. જેમ ભોગરસની લોલુપી (માંસવાળી) પંખણી બીજા હિંસક પક્ષી વડે સપડાઈને પછી ખૂબ પરિતાપ કરે છે તે જ પ્રકારે દુરાચારી અને સ્વછંદી સાધુ જિનેશ્વર દેવોના આ સન્માર્ગને વિરોધીને પછી મરણાન્ત બહુ બહુ પરિતાપ પામે છે.
૫૧. આ જ્ઞાન અને ગુણથી યુક્ત એવી મધુર શિખામણ સાંભળીને ડાહ્યા અને બુદ્ધિમાન સાધકે દુરાચારીઓના માર્ગને દૂરથી જ છોડીને મહા તપસ્વી મુનિશ્વરોના માર્ગે જવું.
પર. એ પ્રમાણે જ્ઞાનપૂર્વક ચારિત્રના ગુણોથી ભરપૂર એવો સાધક શ્રેષ્ઠ સંયમને પાળીને તથા પાપરહિત બની પૂર્વકર્મને હઠાવીને આખરે સર્વોત્તમ અને સ્થિર એવા મોક્ષસ્થાનને પામી શકે છે.
પ૩. આ પ્રમાણે કર્મશત્રુ પ્રત્યે ઉગ્ર, દમતેન્દ્રિય, મહાતપસ્વી, વિપુલ યશસ્વી અને દઢવ્રતવાળા મહામુનિશ્વરે (અનાથી-મુનિશ્વરે) સાચા નિગ્રંથમુનિનું મહાશ્વત અધ્યયન અતિ વિસ્તારપૂર્વક શ્રેણિક મહારાજને કહી સંભળાવ્યું.
૫૪. સનાથતાના સાચા ભાવને સંતુષ્ટ થયેલા શ્રેણિક મહારાજાએ બે હાથ જોડી કહ્યું કે હે ભગવન્ ! આપે મને સાચું અનાથપણું સુંદર રીતે સમજાવી દીધું.
૫૫. હે મહર્ષિ ! ભલે તમને માનવજન્મ મળ્યો. ભલે તમે આવી કાંતિ, પ્રભાવ અને સૌમ્યતા પામ્યા. જિનેશ્વરના સત્યમાર્ગમાં (શ્રમણ માર્ગમાં) વ્યવસ્થિત રહેલા આપ જ ખરેખર સનાથ અને સબાંધવ છો.
૫૬. હે સંયમિન્ ! અનાથ જીવોના તમે જ નાથ છો. સર્વ પ્રાણીઓના આપ જ રક્ષક છો. હે ભાગ્યવંત મહાપુરુષ ! હું આપની ક્ષમા યાચું છું અને સાથે સાથે આપની શિખામણ વાંછું છું.
નોંધ : સંયમી પુરુષની આવશ્યકતાઓ બહુ ઓછી હોવાથી ઘણા જીવોને તે દ્વારા રાહત મળે છે. તે પોતે અભય હોવાથી તેનાથી બીજા નિર્ભય રહી શકે છે. સારાંશ કે એક સંયમી કરોડોનો નાથ બની શકે છે.