________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૫૭. હે સંયિમન્ ! આપને મેં પૂર્વાશ્રમની વિગત (જાણવા માટે) વારંવાર પૂછી આપના ધ્યાનમાં ભંગ પાડ્યો છે અને ભોગો ભોગવો એમ (ત્યાગીને ન છાજતું) આમંત્રણ કર્યું છે તે બધા અપરાધોને આપ માફ કરજો.
૧૩૨
૫૮. રાજમંડળમાં સિંહ સમા શ્રેણિક મહારાજાએ એ પ્રમાણે પરમભક્તિથી તે શ્રમણસિંહની સ્તુતિ કરી. અને ત્યારથી તે વિશુદ્ધ ચિત્તપૂર્વક અંતઃપુર, સ્વજન અને સકલ કુટુંબ સહિત જૈનધર્મના અનુયાયી બન્યા.
નોંધ : શ્રેણિક મહારાજા પ્રથમ બીજા ધર્મમાં હતા પરંતુ અનાથી મુનિશ્વરના પ્રબળ પ્રભાવથી આકર્ષાઈ તે જૈન ધર્મના અનુયાયી બન્યા હતા તેવી પરંપરા ચાલે છે.
૫૯. મુનિશ્વરના અમૃત સમાગમથી તેનાં રોમેરોમ ઉલ્લાસિત બન્યાં. આખરે તે પ્રદક્ષિણાપૂર્વક શિરસા વંદન કરી પોતાને સ્થાને પધાર્યા.
૬૦. ત્રણ ગુપ્તિથી ગુપ્ત તથા ત્રણ દંડો (મનદંડ, વચનદંડ અને કાયદંડ)થી વિરક્ત અને ગુણની ખાણસમા અનાથીમુનિ પણ અનાસક્તરૂપે પંખીની પેઠે અપ્રતિબંધ વિહારપૂર્વક આ વસુંધરામાં સુખસમાધિથી વિચરતા
હતા.
નોંધ : સાચી સાધુતામાં સનાથતા છે. આદર્શ ત્યાગોમાં સત્તાથતા છે. ભોગોના પ્રસંગમાં અનાથતા છે. આસક્તિમાં અનાથતા છે અને વૃત્તિ કે વાસનાની પરતંત્રતામાં પણ અનાથતા છે. અનાથતાને છોડીને સનાથ થવું પોતે જ પોતાના મિત્ર થવું એ પ્રત્યેક મુમુક્ષુનું અનિવાર્ય કર્તવ્ય છે. એમ હું કહું છું : એ પ્રમાણે મહાનિથ નામનું વીસમું અધ્યયન સમાપ્ત થયું.