________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૪૨.
તે પોલી મૂઠી અને છાપ વિનાના ખોટા સિક્કાની માફક સાર (મૂલ્ય) રહિત બને છે અને કાચનો કટકો જેમ વૈડૂર્યમણિ પાસે નિરર્થક હોય છે તેમ જ્ઞાનીજનો પાસે તે નિર્મૂલ્ય થઈ જાય છે.
૪૩. આ મનુષ્ય જન્મમાં રજોહરણાદિ મુનિનાં માત્ર ચિહ્નો રાખે અને માત્ર આજીવિકા ખાતર વેશધારી સાધુ બને તે ત્યાગી ન હોવા છતાં પોતાને ત્યાગી કહેવડાવતો ફરે છે. આવો સાધુ કુસાધુ પાછળથી બહુ કાળ સુધી (નરકદિ જન્મોની) પીડા પામે છે.
૧૩૦
૪૪. જેમ તાળપુટ (હાથમાં લેવાથી તાળવું ફાટી જાય તેવું) વિષ ખાવાથી અવ્યવસ્થિત (અવળું) શત્રુ ગ્રહણ કરવાથી અને અવિધિથી મંત્રજાપ કરવાથી જેમ તે મારી નાખે છે તે જ રીતે વિષભોગની આસક્તિથી યુક્ત હોય તો તે ચારિત્રધર્મ પણ તે ગ્રહણ કરનારને મારી નાખે છે. (હલકી ગતિમાં લઈ જાય છે.)
નોંધ : જે વસ્તુ વિકાસને પંથે લઈ જાય છે તે જ વસ્તુ ઊલટી થાય તો નીચે પણ લઈ જાય છે.
૪૫. લક્ષણવિદ્યા, સ્વપ્રવિદ્યા, જ્યોતિષ અને વિવિધ કુતૂહલ (બાજીગર) વિદ્યાઓમાં રક્ત થયેલા અને મેળવેલી હલકી વિદ્યાનાં પાપોથી પેટ ભરનારા તેવા કુસાધુને તે કુવિદ્યાઓ શરણભૂત થતી નથી.
નોંધ : વિદ્યા આત્મવિકાસ માટે જ હોય છે. જો પતનનું કારણ બને તો તે કુવિદ્યા કહેવાય.
૪૬. તે વેશધારી કુશીલ સાધુ પોતાના અજ્ઞાનરૂપ અંધકારથી સદા દુઃખી થાય છે અને પછી પણ નરક કે પશુયોનિમાં ગમન કરે છે.
૪૭. જે સાધુ અગ્નિની માફક સર્વભક્ષી બનીને પોતાને માટે કરેલી, મૂલ્યથી લીધેલી કે નિત્ય એક ઘેરથી જ મેળવેલી સદોષ ભિક્ષા પણ લીધા કરે છે, તે કુસાધુ પાપ કરીને મરી ગયા બાદ દુર્ગતિમાં ચાલ્યો
જાય છે.
નોંધ : જૈનભિક્ષુને બહુ જ શુદ્ધ અને નિર્દોષ ભિક્ષા જ લેવાની હોય છે. ભિક્ષા લેવા માટે બહુ કડક નિયમો તેને જાળવવા પડે છે.
૪૮. મસ્તક છંદનાર શત્રુ જે અનર્થ ન કરી શકે તે અનર્થ પોતાનો જીવાત્મા જ કુમાર્ગે જાય તો કરી નાખે છે. પરંતુ જે સમયે તે કુમાર્ગે જતો હોય છે ત્યારે તેને વિચાર નથી આવતો. જ્યારે મૃત્યુના મુખમાં જવું પડે છે ત્યારે જ તે જાણી શકે છે અને પછી ખૂબ પસ્તાય છે.