________________
મહાનિગ્રંથીય
૧ ૨૯ ૩૬. (હે રાજન્ !) કારણ કે આ આત્મા પોતે જ વૈતરણી નદીને કૂટશાલ્મલીવૃક્ષ જેવો દુ:ખદાયી તથા કામદુધા ગાય અને નંદનવન સમાન સુખદાયી છે.
નોંધ : આ જીવાત્મા પોતાનાં પાપકર્મો વડે નરકગતિ જેવાં અનંત દુઃખોને ભોગવે છે. અને તે જ સત્કર્મ વડે સ્વર્ગાદિ ગતિનાં વિવિધ સુખો ભોગવે છે.
૩૭. આ આત્મા પોતે જ સુખ અને દુઃખોનો કર્તા અનો ભોક્તા છે અને આ આત્મા પોતે જ સુમાર્ગે રહે તો પોતાનો મિત્ર અને કુમાર્ગે રહે તો પોતે જ પોતાનો શત્રુ છે.
આવી રીતે પોતાની પૂર્વાવસ્થાની પ્રથમ અનાથતા કહીને હવે બીજા પ્રકારની અનાથતા કહે છે :
૩૮. હે રાજન્ કેટલાક કાયર મનુષ્યો નિગ્રંથ ધર્મને અંગીકાર તો કરી લે છે પણ પાળી શકતા નથી. તે બીજા પ્રકારની અનાથતા છે. તે નૃપ ! તું તે વસ્તુને બરાબર શાંત ચિત્તથી સાંભળ.
૩૯. જે પાંચ મહાવ્રતોને ગ્રહણ કરી પછી અસાવધાનતાથી તે બરાબર પાળી શકતો નથી અને પોતાના આત્માને અનિગ્રહ (અસંયમ) કરી રસાદિ સ્વાદોમાં લુબ્ધ થાય છે તેવો ભિક્ષુ રાગ અને દ્વેષરૂપ સંસારના બંધનને મૂળથી છેદી શકતો નથી,
નોંધ : પ્રવજ્યાનો હેતુ આસક્તિનાં બીજક ઉખેડવાનો છે. વસ્તુ છોડવી સહેલી છે. પણ વસ્તુની આસક્તિ છોડવી કઠણ છે. માટે મુનિએ સતત તે જ પ્રયત્ન કરવો જોઈએ.
૪૦. ૧. ઉપયોગપૂર્વક ગમનાગમન, ૨. ભાષા, ૩. એષણા (ભોજન વસ્ત્ર વગેરે ગ્રહણ કરવાની વૃત્તિ), ૪. ભોજન પાત્ર, કંબલ, વસ્ત્રાદિનું મૂકવું તથા લેવું અને ૫. વધેલી આવશ્યક વસ્તુનો યોગ્ય સ્થળે ત્યાગ કરવો. આ પાંચ સમિતિઓમાં જે ઉપયોગ રાખતો નથી તે વીરપુરુષે આચરેલા (જિન) માર્ગમાં જઈ શકતો નથી.
૪૧. જે લાંબા કાળ સુધી મુડ (સાધુવ્રતની ક્રિયા) રુચિ થઈને પણ પોતાનાં વ્રતનિયમોમાં અસ્થિર થઈ જાય છે. અને તપશ્ચર્યાદિ અનુષ્ઠાનથી ભ્રષ્ટ થાય છે તેવો સાધુ ઘણાં વર્ષો સુધી ત્યાગ, સંયમ, કેશાંચન અને બીજાં કષ્ટોથી) પોતાના દેહને દુ:ખ આપવા છતાં સંસારની પાર જઈ શકતો નથી.