________________
મહાનિગ્રંથીય
૧૨૭
૧૪. ઘોડાઓ, હાથીઓ અને કરોડો મનુષ્યો, શહેરો અને નગરી (વાળા અંગદેશ તથા મગધદેશ)નો હું ધણી છું. સુંદર અંતઃપુરમાં હું મનુષ્ય સંબંધીના ઉત્તમ કામભોગોને ભોગવું છું. મારી આજ્ઞા અને ઐશ્વર્ય અજોડ છે.
૧૫. આવી મનવાંછિત વિપુલ સંપત્તિ હોવા છતાં હું અનાથ શી રીતે ? હે ભગવન્ ! આપનું કહેલું કદાચ ખોટું તો નહિ હોય !
૧૬. (મુનિએ કહ્યું) હે પાર્થિવ ! તું અનાથ કે સનાથના પરમાર્થને જાણી શક્યો નથી, કે નરાધિપ ! અનાથ અને સનાથના ભાવને જરાપણ સમજી શક્યો નથી. (તેથી જ તને સંદેહ થાય છે.)
૧૭. હે મહારાજ ! અનાથ કોને કહેવાય છે ? મને અનાથતાનું ભાન ક્યાં અને કેવી રીતે થયું અને કેમ પ્રવ્રજ્યા લીધી તે બધું સ્વસ્થ ચિત્ત રાખી સાંભળ.
૧૮. પ્રાચીન શહેરોમાં સર્વોત્તમ એવી કોશાંબી નામની નગરી હતી અને ત્યાં પ્રભૂત ધનસંચય નામના મારા પિતા રહેતા હતા.
૧૯. એકદા હે મહારાજ ! તરુણ વયમાં મને એકાએક આંખની અતુલ પીડા ઉત્પન્ન થઈ, અને તે પીડાથી આખા શરીરને દાધજ્વર શરૂ થયો. ૨૦. જેમ કોપેલો શત્રુ શરીરના કોમળ ભાગમાં અતિ તીક્ષ્ણ શસ્ત્રથી ઘોર પીડા ઉપજાવે તેવી તે આંખની વેદના હતી.
૨૧. અને ઇંદ્રના વજ્રની પેઠે દાધવ૨ની દારુણ વેદના કેડના મધ્યભાગ, મસ્તક અને હૃદયને પીડવા લાગી.
૨૨. તે વખતે વૈદ્યકશાસ્ત્રમાં નિપુણ અને જડીબુટ્ટી, મૂળિયાં તથા મંત્રવિદ્યામાં પારંગત, શાસ્ત્રમાં કુશળ અને ઔષધ કરવામાં ચતુર એવા ઘણા વૈઘાચાર્યો મારે માટે આવ્યા.
૨૩. ચાર ઉપાયોથી યુક્ત અને એવી પ્રસિદ્ધ ચિકિત્સા તેમણે મારે માટે કરી. પરંતુ તે સમર્થ વૈદ્યો મને તે દુઃખથી છોડાવી ન શક્યા. એ જ મારી અનાધતા.
૨૪. મારે માટે પિતાશ્રી સર્વસંપત્તિ આપવા તૈયાર થયા. પરંતુ તે પણ દુઃખથી છોડાવવાને અસમર્થ નીવડ્યા એ જ મારી અનાથતા.
૨૫. વાત્સલ્યના સાગરસમી માતા પોતાના વહાલા પુત્રના દુ:ખથી ખૂબ શોકાતુર થઇ જતી હતી. પરંતુ તેથી મારું દુઃખ છૂટયું નિહ. એ જ મારી અનાધતા.