________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૩. ભિન્નભિન્ન પ્રકારનાં વૃક્ષો અને લતાઓથી વ્યાપ્ત વિવિધફળ અને પુષ્પોથી છવાયેલું અને વિવિધ પક્ષીઓથી સેવાયેલું તે ઉદ્યાન નંદનવન સરખું હતું.
૧૨૬
૪. ત્યાં એક વૃક્ષના મૂળ પાસે બેઠેલા, સુખને યોગ્ય, સુકોમળ, સમાધિસ્થ અને સંયમી સાધુને જોયા.
૫. તે નૃપતિ યોગીશ્વરનું રૂપ જોઈને તે સંયમીને વિશે અત્યંત આશ્ચર્ય પામ્યો.
૬. અહો ! કેવી કાંતિ ! અહો ! કેવું રૂપ ! અહો ! એ આર્યની કેવી સૌમ્યતા, ક્ષમા, નિર્લોભતા અને ભોગ પ્રત્યે અનાસક્તિ છે !
૭. તે મુનિનાં બંને ચરણોને નમીને, પ્રદક્ષિણા કરીને, અતિ દૂર નહિ કે અતિ પાસે નહિ તેમ ઊભા રહી હાથ જોડીને પૂછવા લાગ્યા.
૮. હે આર્ય ! આવી તરુણાવસ્થામાં ભોગ ભોગવવાને વખતે પ્રવ્રુજિત કેમ થયા ? આવા ઉગ્ર ચારિત્રમાં આપે શી પ્રેરણાએ અભિનિષ્ક્રમણ કર્યું ? આ વસ્તુને સાંભળવા ઇચ્છું છું.
૯. (મુનિ બોલ્યા :) હે મહારાજ ! હું અનાથ છું. મારો નાથ (રક્ષક) કોઈ નથી. તેમ હજુ સુધી તેવા કોઈ કૃપાળુ મિત્રને હું પામી શક્યો નથી. ૧૦. આ સાંભળીને મગદેશના અધિપતિ શ્રેણિક રાજા હસી પડ્યા. શું આવા પ્રભાવશાળી અને સમૃદ્ધિવાળા આપને હજુ સુધી કોઈ સ્વામી ન મળ્યો ?
નોંધ ઃ યોગીશ્વરનું ઓજસ જોઈ તેનો સહાયક કોઈ ન હોય તે અસંગત લાગ્યું અને તેથી જ મહારાજાએ તેમ કહ્યું.
૧૧. હે સંમિન્ ! આપને કોઈ નાથ (સહાયક) ન હોય તો હું થવા તૈયાર છું. મનુષ્યભવ ખરેખર દુર્લભ છે. મિત્ર અને સ્વજનોથી ઘેરાયેલા આપ સુખપૂર્વક મારી પાસે રહો અને ભોગોને ભોગવો.
૧૨. હે મગધેશ્વર શ્રેણિક ! તું પોતે જ અનાથ છે. જે પોતે જ અનાથ હોય તે બીજાનો નાથ શી રીતે થઈ શકે ?
૧૩. મુનિનાં વચન સાંભળી તે નરેન્દ્ર વિસ્મિત થયો. આવું વચન તેણે કદી કોઈની પાસેથી સાંભળ્યું ન હતું. તેથી તે વ્યાકુળ અને સંશયી બન્યો. નોંધ : તેને એમ લાગ્યું કે આ યોગી મારાં શક્તિ, સામર્થ્ય અને સંપત્તિને જાણતા નહિ હોય, તેથી તેમ કહે છે.