________________
મહાનિર્ચથીય
૧ ૨૫
અધ્યયન : વીસમું મહા નિર્ગથીય મહા નિગ્રંથ મુનિ સંબંધી
-
કદાચ શરીરની વેદના હરવાનું ઔષધ હશે. બાહ્ય બંધનોની વેદના તોડવાનાં શસ્ત્રો પણ મળી આવશે. પરંતુ ઊંડી ઊંડી થતી આત્મવેદનાને દૂર કરવાનાં ઔષધ બહાર ક્યાંય નથી. આત્માની અનાથતાને દૂર કરવા માટે બહારનાં કોઈ સામર્થ્ય કામ આવી શકતાં નથી. પોતાના સનાથ માટે પોતે જ સાવધાન થવું ઘટે. બીજાં અવલંબનો એ જાદુગરના તમાસા છે. આત્માનાં અવલંબન એ જ સાચાં સાથી છે.
અનાથી નામના યોગીશ્વર સંસારની અનિત્યતાને અનુભવી ચૂક્યા હતા. રાજઋદ્ધિ જેવી સમૃદ્ધિ, અપાર વિલાસો અને તરુણિનાં પ્રલોભન તથા માતાપિતાનો અપાર સ્નેહ એ બધું તેમણે સબળતાથી છોડી દીધું હતું.
એકદા તરુણ વયના તે તેજસ્વી ત્યાગી, ઉદ્યાનમાં એકાંત ધ્યાન ધરી રહ્યા હતા તે જ ઉદ્યાનમાં અકસ્માતથી જઈ ચડેલો શ્રેણિક નામનો રાજગૃહિનો રાજવી યોગીશ્વરની પ્રસન્ન મુખમુદ્રા, ઝળહળતી આત્મજ્યોત અને તરુણવયની ત્યાગદશા જોઈ મુગ્ધ બન્યો. શું આવા યુવાનો પણ ત્યાગી હોય ? એ વિચારે તેને બહુ બહુ ચકિત બનાવ્યો. એ યોગીના વિશુદ્ધ આંદોલને શ્રેણિકના અંતઃકરણમાં જે ક્રાંતિ મચાવી તેનું નિરીક્ષણ કરવું મુમુક્ષુને અતિ અતિ આવશ્યક છે.
ભગવાન બોલ્યા : ૧. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સંયમી પુરુષોને ભાવથી નમસ્કાર કરીને પરમાર્થ (મોક્ષ) દાતા ધર્મની યથાર્થ શિક્ષાને કહીશ. ધ્યાનપૂર્વક મને સાંભળો.
નોંધ : સંયતપદ, અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય અને સંયમી પુરુષોનું બોધક છે.
૨. અપાર સંપત્તિના સ્વામી અને મગધ દેશના અધિપતિ શ્રેણિક મહારાજા ખંડિત કુક્ષિ નામના ચૈત્ય તરફ વિહારયાત્રા માટે નીકળ્યા.