________________
૧ ૨૪
ઉત્તરાધ્યયન સૂત્ર ૯૮. તેમજ દુઃખવર્ધક, (ચૌરાદિ) ભયના મહાન નિમિત્તરૂપ અને આસક્તિ વધારનાર એવા ધનને બરાબર ઓળખ્યા પછી તજી દઈને સાચા સુખને લાવનાર, મુક્તિયોગ્યગુણ પ્રકટાવનાર અને સર્વશ્રેષ્ઠ એવી ધર્મરૂપ ધોસરીને ધારણ કરો.
નોંધ : સંસાર આખો દુઃખમય છે પણ તે સંસાર બહાર નથી. નરકગતિ કે પશુગતિમાં નથી, તે સંસાર તો આત્માની સાથે જોડાયેલો છે. વાસના એ જ સંસાર-આસક્તિ એ જ સંસાર. આવા સંસારથી જ દુ:ખ જન્મે છે, પોષાય છે અને વધે છે. બહારનાં બીજાં શારીરિક કષ્ટો કે અકસ્માત આવી પડેલી સ્થિતિનું દુઃખ એ તો પતંગરંગ જેવું ક્ષણિક છે. તે દુઃખનું વેદના થવું કે ન થવું તેનો આધાર વાસના પર છે. આટલું જેણે જાણ્યું, વિચાર્યું અને અનુભવ્યું તેઓ જ આ સંસારની પાર જવાનો પ્રયત્ન કરી શક્યા છે.
એમ કહું છું - એ પ્રમાણે મૃગાપુત્રનું અધ્યયન સમાપ્ત થયું.