________________
મૃગાપુત્રીય
નોંધ : મહાવ્રત, સમિતિ અને ગુપ્તિનું વર્ણન આવી ગયું છે. તપશ્ચર્યાનું સવિસ્તર વર્ણન ત્રીસમા અધ્યયનમાં આવશે.
૮૯. મમતા, અહંકાર, આસક્તિ અને ગર્વને છોડી ત્રસ તેમજ સ્થાવર જીવો પર પોતાના આત્મા સમાન વર્તવા લાગ્યો.
૧૨૩
૯૦. વળી લાભમાં કે અલાભમાં, સુખમાં કે દુ:ખમાં જીવિતમાં કે મરણમાં, નિંદામાં કે પ્રશંસામાં અને માનમાં કે અપમાનમાં સમવર્તી બન્યા. ૯૧. ગર્વ, કષાય, દંડ, શલ્ય, હાસ્ય, ભય, શોક અને વાસનાથી નિવૃત્ત થઈ સ્વાવલંબી બન્યા.
નોંધ : દંડો ત્રણ છે. મનદંડ, વચનદંડ, કાયદંડ, શલ્યો પણ ત્રણ છે. માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાદર્શનશલ્ય. કષાય ચાર છે ક્રોધ, માન, માયા અને લોભ.
૯૨. આ લોક સંબંધી અને પરલોક સંબંધીની આશાથી રહિત થયા. ભોજન મળો કે ન મળો, કોઈ શરીરને ચંદન લગાડો કે હણો-એ બંને દશામાં સમવર્તી થયા.
૯૩. અને અપ્રશસ્ત એવાં પાપોના આસ્રવથી (આગમનથી) સર્વ પ્રકારે રહિત થયા. તેમજ આધ્યાત્મિક ધ્યાનના યોગો વડે કષાયોનો નાશ કરીને પ્રશસ્ત શાસનમાં સ્થિર થયા.
૯૪. એ પ્રમાણે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વિશુદ્ધ ભાવનાઓથી પોતાના આત્માને વિશુદ્ધ બનાવીને -
૯૫. ઘણાં વર્ષો સુધી ચારિત્ર (સાધુપણું) પાળીને એક માસનું અણસણ કરી શ્રેષ્ઠ સિદ્ધિગતિને પામ્યા.
નોંધ : અણસણ બે પ્રકારનાં હોય છે. (૧) મરણપર્યંત. આ અણસણ આયુષ્યનો અંતકાળ જાણી મરણપર્યંતના કાળ સુધી કરવાનું હોય છે. (૨) કાળ મર્યાદિત.
૯૬. જેમ મૃગાપુત્ર રાજર્ષિ ભોગોથી તરુણ વયમાં નિવર્તી શક્યા તેમ તત્ત્વને જાણનારા પંડિત પુરુષો ભોગોથી સહસા નિવૃત્ત થાય છે.
૯૭. મહાન પ્રભાવશાળી અને મહાન યશસ્વી મૃગાપુત્રનું આ સૌમ્ય ચારિત્ર સાંભળી, ઉત્તમ પ્રકારની તપશ્ચર્યા અને સંયમને આરાધી તથા ત્રણ લોકમાં પ્રસિદ્ધ એવી ઉત્તમ (મોક્ષ) ગતિને લક્ષ્યમાં રાખીને -