________________
૧ ૨ ૨
ઉત્તરાધ્યયન સૂત્ર (પૂર્વકર્મવશાત) જ્યારે રોગ ઉત્પન્ન થાય છે, ત્યારે ત્યાં જઈ તેની સારવાર કોણ કરે છે ? - ૭૯. ત્યાં જઈ કોણ તેને ઔષધ આપે છે ? તેના સુખદુ:ખની ચિંતા કોણ કરે છે ! કોણ તેને ભોજનપાણી લાવીને ખવડાવે છે ?
નોંધ : જેને સાધનો અધિક છે તેને જ સામાન્ય દુઃખ અતિ દુઃખરૂપ નીવડે છે.
૮૦. જયારે તે નીરોગી થાય છે ત્યારે પોતાની મેળે ભોજન માટે વનમાં જઈ સુંદર ઘાસ અને સરોવરને શોધી લે છે.
૮૧. ઘાસ ખાઈને, સરોવરમાં પાણી પીને તથા મૃગચર્યા કરીને પછી પોતાના નિવાસસ્થાને પહોંચે છે.
૮૨. એ જ પ્રમાણે ઉદ્યમવંત સાધુ એકાકી મૃગચર્યા ચરીને પછી ઊંચી દિશામાં ગમન કરે છે.
૮૩. જેમ એકલો મૃગ અનેક ભિન્નભિન્ન સ્થળે વસે છે, એક જ સ્થાને નહિ તેમ મુનિ ગોચરી (ભિક્ષાચરી)માં મૃગચર્યાની માફક જુદે જુદે સ્થળે વિચરે અને ભિક્ષા સુંદર મળો કે ન મળો તોપણ જરા માત્ર દેનારનો તિરસ્કાર કે નિંદા ન કરે.
૮૪. માટે હે માતાપિતા ! હું પણ મૃગની માફક તેવી (નિરાસક્ત) ચર્ચા કરીશ. આ પ્રમાણે પુત્રના દઢ વૈરાગ્યને જાણી માતાપિતાનાં કઠોર હૃદય પીગળી ગયાં. તેમણે કહ્યું : હે પુત્ર ! જેમ આપને સુખ પડે તેમ ખુશીથી કરો. આ પ્રમાણે માતાપિતાની આજ્ઞા મળ્યા પછી તે આભરણાદિક સર્વ પ્રકારની ઉપાધિને છોડવા તૈયાર થયા.
૮૫. પાકી આજ્ઞા લેવા માટે ફરીથી મૃગાપુત્રે કહ્યું : (પ્રસન્ન ચિત્તે આપની આજ્ઞા હોય તો હમણાં જ સર્વદુઃખોથી છોડવનાર મૃગચર્યા રૂપ સંયમને આદરું ? આ સાંભળી માતાપિતાએ પ્રસન્ન ચિત્તે કહ્યું : પ્યારા પુત્ર ! યથેચ્છ વિચારો.
૮૬. એ પ્રમાણે બહુ પ્રકારે માતાપિતાને સમજાવી અને આજ્ઞા લઈને જેમ મહાન હાથી બન્નરને ભેદી નાખે છે તેમ મમત્વને છેદી નાખ્યું.
૮૭. સમૃદ્ધ, ધન, મિત્રો, સ્ત્રી, પુત્રો અને સ્વજનોને વસ્ત્ર પર લાગેલી ધૂળને ખંખેરી નાખે તેમ બધાને તજીને તે નીકળી ગયો.
૮૮. પાંચ મહાવ્રતો, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓથી યુક્ત બની અભ્યતર (આંતરિક) અને બાહ્ય તપશ્ચર્યામાં ઉદ્યમવંત થયા.