________________
મૃગાપુત્રીય
૧૨૧
૬૭. જેમ લુહારો ચપેટા અને ઘણ વડે લોઢાને કૂટે તેમ હું અનંતવાર ફૂટાયો, ભેદાયો અને મરાયો હતો.
૬૮. ખૂબ ભયંકર રુદન કરવા છતાં ત્રાંબુ, લોઢું, સીસું વગેરે ધાતુઓને ખૂબ કળકળતાં તપાવી મને પરાણે પીવડાવ્યાં.
૬૯. (અને પાતાં પાતાં એ પરમાધાર્મિકોએ કહ્યું :) ‘રે અનાર્ય કર્મના કરનાર ! તને પૂર્વજન્મમાં માંસ બહુ પ્રિય હતું.’ એમ કહીને મારા શરીરમાંથી માંસ તોડી તોડી તેના કકડા કરી અગ્નિ જેવા લાલ ભડથાં બનાવી બનાવીને મને ઘણી વાર ખવડાવ્યાં.
૭૦. ‘વળી તને ગોળ તથા મહુડાં વગેરેનો બનેલ સુરા (દારૂ) બહુ જ પ્રિય હતો' એમ સંભારીને મારા જ શરીરનું રુધિર અને ચરબી જાજ્વલ્યમાન કરી મને પીવડાવી હતી.
૭૧. ભય સહિત ઉદ્વેગ સહિત અને દુઃખ સહિત પીડાયેલા એવા મેં ઘણા દુ:ખથી ભરેલી આવી વેદનાઓ સતત અનુભવી હતી.
ઘોર
૭૨. નરકયોનિમાં મેં તીવ્ર, ભયંકર, અસહ્ય, મહા ભયકારક, અને પ્રચંડ વેદનાઓ ઘણીવાર સહન કરી છે.
૭૩. હે તાત ! મનુષ્યલોકમાં જેવી ભિન્નભિન્ન પ્રકારની વેદનાઓ અનુભવાય છે તે કરતાં નરકતિઓમાં અનંતગણી વેદનાઓ હોય છે.
૭૪. (હે માતાપિતા !) જ્યાં મટકું મારીએ તેટલો વખત પણ શાંતિ નથી એવી સર્વ ભવોમાં મેં અસાતા (અસુખ) વેદના અનુભવી છે.
૭૫. આ બધું સાંભળ્યા પછી માતાપિતાએ કહ્યું : હે પુત્ર ! ભલે તારી ઇચ્છા હોય તો દીક્ષિત થા પરંતુ ચારિત્ર ધર્મમાં દુઃખ પડ્યે પ્રતિક્રિયા (દુઃખને હટાવવાનો ઉપાય) નહિ થાય.
૭૬. માતાપિતાને મૃગાપુત્રે કહ્યું આપ કહો છો તે સત્ય છે. પરંતુ હું આપને પૂછું છું કે જંગલમાં પશુ પક્ષીઓ વિચરતાં હોય છે તેની પ્રતિક્રિયા કોણ કરે છે ?
નોંધ : પશુ અને પક્ષીઓનાં દુ:ખો જેમ ઉપાય કર્યા વિના શાંત થાય છે તેમ મારું પણ દુઃખ શાંત થઈ જવાનું.
૭૭. જેમ જંગલોમાં મૃગ એકલો સુખેથી વિહાર કરે છે તેમ સંયમ અને તપશ્ચર્યા વડે હું એકાકી ચારિત્રધર્મમાં સુખપૂર્વક વિચરીશ.
૭૮. મોટા અરણ્યને વિશે વૃક્ષના મૂળમાં બેઠેલા મૃગલાને