________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૫૫. (પરમાધાર્મિકોએ) પાપકર્મથી નરકસ્થાનમાં ગયેલા મારા શરીરના અળસીના પુષ્પવર્ણી તલવાર, ખડ્ગ અને ભાલાએ કરીને બે ખંડ, ઘણા ખંડ અને અતિસૂક્ષ્મ વિભાગો કરી નાખ્યા હતા.
૫૬. જાજવલ્યમાન સાંબેલ અને ધુંસરીવાળા તપેલા લોખંડના રથમાં પરવશપણે યોજાયેલા મે જોતરના બંધને બાંધી રોઝને જેમ લાકડીના પ્રહારે મારે તેમ મને પણ મર્મસ્થાનોમાં પાડીને ખૂબ માર્યો હતો.
૫૭. ચિતાઓમાં પાડાઓને જેમ બાળે છે તેમ પાપકર્મોથી ઘેરાયેલા મને પરાધીનપણે જાજ્વલ્યમાન અગ્નિમાં શેક્યો હતો અને બાળીને ભસ્મ કર્યો હતો.
૫૮. ઢંક અને ગીધ પંખીરૂપ બની લોઢાના સાણસા સરખી મજબૂત ચાંચે કરી વલવલાટ કરતા એવા મને પરમાધાર્મિકોએ અનંતવાર કાપી નાંખી દુઃખ દીધું હતું.
૫૯. એ નરકગતિમાં તૃષાથી ખૂબ પીડાતાં દોડતાં દોડતાં વૈતરણી નદીને જોઈ પાણી પીવાની આશાએ તેમાં પડ્યો પરંતુ ત્યાં રહેલા અન્નાની ધારાઓથી ખૂબ હણાયો હતો.
૬૦. તાપથી પીડાતાં અસિ (તલવાર) પત્ર નામના વનમાં ગયો ત્યાં ઉપરથી તલવારની ધાર જેવાં તીક્ષ્ણ પત્રો પડવાથી અનંતવાર છેદાયો હતો.
૬૧. મુદ્ગળો, મુસંઢી નામનાં શસ્ત્રો, શૂળો તથા સાંબેલાં વડે ગાત્રો ભાંગી ગયાં હતાં અને તેવું દુઃખ મેં અનંતવાર ભોગવ્યું હતું.
૧૨૦
૬૨. છુરીની તીક્ષ્ણ ધાર વડે ખાલ ઉતારીને હણાયો હતો અને કાતરણીએ કરી અનેક વખત કપાયો અને છેદાયો હતો.
૬૩. ત્યાં ફાંસલાની કપટજાળોમાં જકડાઈ મૃગની પેઠે પરવશપણે ઘણી વખત હું વહન કરાયો, બંધાયો અને રુંધાયો હતો.
૬૪. મોટી જાળ જેવાં નાનાં માછલાંને ગળી જનાર મોટા મોટા મગરમચ્છો આગળ નાના મચ્છની માફક પરવશપણે હું ઘણીવાર તેવા પરમાધાર્મિકોથી પકડાયો, ખેંચાયો, ફડાયો અને મરાયો હતો.
૬૫. વિશેષ કરીને દંશવાળી અને લેપવાળી જાળો વડે પક્ષી જેમ પકડાઈ જાય તેમ પરમાધર્મિકોથી હું ઘણીવાર પકડાયો, લેપાયો, બંધાયો અને મરાયો હતો.
૬૬. સુતારો જેમ વૃક્ષને છેદે તેમ કુહાડા કે ફરસીએ કરી પ૨માધાર્મિકોએ મને છેદ્યો (ને મુંજની પેઠે) ફાડ્યો, ફૂટ્યો અને છોલ્યો હતો.