________________
૧૧૯
મૃગાપુત્રીય માતાપિતા ! આપે કહ્યું તે સત્ય છે પરંતુ નિઃસ્પૃહી (પિપાસા રહિત)ને આ લોકમાં કશું અશક્ય હોતું જ નથી.
૪૫. વળી આ સંસારચક્રમાં દુઃખ અને ભય ઉપજાવનારી શારીરિક અને માનસિક વેદનાઓ હું અનંતવાર સહન કરી ચૂક્યો છું.
૪૬. જરા અને મરણથી ઘેરાયેલા અને ચાર ગતિરૂપ ભયથી ભરેલા આ સંસારમાં મેં જન્મ મરણ અને ભયંકર વેદનાઓ ઘણીવાર સહન કરી છે.
નરક યોનિમાં પૂર્વે અનંત વેદના વેઠેલી તે કહી બતાવે છે : ૪૭. અહીંનો અગ્નિ જેટલો ઉષ્ણ હોય છે તેના કરતાં અનંતગણી નરક યોનિમાં ઉષ્ણ અગ્નિ હોય છે. નરક યોનિઓમાં આવી ઉષ્ણ વેદનાઓ મેં (કર્મના પ્રભાવે) સહન કરી છે.
૪૮. અહીંની ઠંડી કરતાં નરક યોનિમાં અનંતગણી ટાઢ હોય છે. મેં નરક ગતિઓમાં તેવી સપ્ત ઠંડીની વેદનાઓ વેઠી છે.
૪૯. કંદુનામની કુંભીઓ (લોઢાદિનાં ભાજનોમાં આક્રંદ કરતાં કરતાં ઊંચા પગે અને નીચા મસ્તકે રહેલો હું (દેવકૃત) બળતા અગ્નિમાં પૂર્વે ઘણીવાર પકાવાયો છું.
નોંધ : નરક યોનિમાં કન્દુ વગેરે નામનાં ભિન્ન ભિન્ન કુંભીસ્થાનો હોય છે. ત્યાં નારક જીવો ઉત્પન્ન થાય છે અને તેવા જીવોને પરમાધાર્મિક નામના ત્યાંના અધિષ્ઠાતાઓ અનેક યાતનાઓ આપે છે. - પ. પૂર્વ કાળે મહા દાવાગ્નિ જેવી મરૂ (વેરાન મેદાન) ભૂમિની વજ જેવી વેળવાળી કદમ્બ વાળુકા નદીમાં હું અનંતવાર બળ્યો હતો.
૫૧. ક૬ કુંભીઓમાં ઊંચે બંધાયેલો અસહાય (સહાય વિના હું કરવત અને ક્રિકચ વગેરે શસ્ત્રોથી પૂર્વે ઘણીવાર બરાડા પાડતો છેદાયો છું.)
પર. અતિ તીણ કાંટે કરીને વ્યાપ્ત એવા મોટા સિબલિ વૃક્ષની સાથે બંધાયેલા મને આઘો પાછો ઊલટો સુલટો ખેંચીને પરમધાર્મિકોએ આપેલી વેદના મેં સહન કરી છે.
નોંધ : સિબલિ વૃક્ષ તાડથી પણ મોટું હોય છે.
૫૩. પાપકર્મના પરિણામે હું પૂર્વકાળે પોતાના જ કર્મથી) મોટા યંત્રોમાં શેરડીની માફક અતિ ભયંકર અવાજ કરતો ખૂબ પીડાયો છું.
૫૪. શુકર અને શ્વાન જેવા શ્યામ અને સબળ જાતના પરમધાર્મિક દેવોએ અનેકવાર ભૂમિ પર તરફડતો મને પાડ્યો, (શસ્ત્રાદિએ કરી) છેદી નાખ્યો અને બચાવવાની બૂમ પાડવા છતાં ભેદી નાખ્યો હતો.