________________
ઉપોદ્ધાત ભગવાન મહાવીરનાં ઉપલબ્ધ સૂત્રોના બે વિભાગ પડે છે. (૧) અંગપ્રવિષ્ટ (૨) અંગબાહ્ય. અંગપ્રવિષ્ટ સૂત્રોનું ગુંથન ગણધરો (ભગવાન મહાવીરના પટ્ટ શિષ્યો)એ કર્યું છે અને અંગબાહ્ય સૂત્રોનું ગૂંથન ગણધરોએ તેમ જ બીજા પૂર્વાચાર્યોએ કર્યું છે. પરંતુ તે બંનેમાં રહેલાં તાત્ત્વિક સૂત્રો ભગવાન મહાવીર અને તેમના પૂર્વવર્તી તીર્થકરોના આત્માનુભવની જ પ્રસાદી છે.
ઉત્તરાધ્યયન સૂત્રનો સમાવેશ અંગબાહ્યમાં થાય છે. તેમ છતાં તે આખું સૂત્ર સુધર્મસ્વામી (ભગવાન મહાવીરના અગિયાર ગણધરોમાંના પાંચમા ગણધર કે જેમનું ગોત્ર અગ્નિ વૈશ્યાયન હતું : એ જંબૂસ્વામી ૮ સુધર્મસ્વામીના શિષ્યને સંબોધીને કહેલું છે. અને તેમાં આવતા ઠેર ઠેર સમયે યમ મા પમાયા', ‘ાસજી મહાવીરે વિમવય' ઇત્યાદિ સૂત્રો સાક્ષી પૂરે છે કે ભગવાન મહાવીરે પોતાના જીવન કાળમાં તે સૂત્રો ગૌતમને સંબોધીને કહ્યાં હતાં.
જૈન પરંપરા પ્રમાણે ઉત્તરાધ્યયનનો કાળનિર્ણય* શ્વેતાંબર મંદિરમાર્ગી અને શ્વેતાંબર સ્થાનકવાસી એ બંને ફિરકાને માન્ય ગણતાં બત્રીસ સૂત્રો પૈકીનું આ એક ઉત્તમ સૂત્ર છે અને અંગ, ઉપાંગ, મૂળ અને છેદના ચાર વિભાગો પૈકી મૂળ વિભાગમાં તેની ગણના થાય છે.
ભગવાન મહાવીર મોક્ષે ગયા પછી (બારમે વર્ષે ગૌતમ મુક્ત થયા હતા) તે જ પાટે બ્રાહ્મણ કુળજાત શ્રીસુધર્મસ્વામી આવ્યા, અને વીરનિર્વાણ પછી તેમની વીસમે વર્ષે મુક્તિ થઈ. ત્યારબાદ તેમની પાટે શ્રી જંબુસ્વામી વિરાજિત થયા. (‘વીર વંશાવલી-જૈનસાહિત્ય સંશોધક')
આ વિગત પરથી ઉત્તરાધ્યયનની પ્રાચીનતા અને અભુતતા સ્વયં સ્પષ્ટ થઈ જાય છે.
પૂર્વકાલીન ભારત-ધાર્મિક યુગ ઃ ભગવાન મહાવીરનો યુગ એ ધાર્મિક યુગ તરીકે ગણાય. તે યુગમાં ત્રણ ધર્મો મુખ્ય હતા. જેને અનુક્રમ વેદ, જૈન અને બૌદ્ધ ધર્મ તરીકે ઓળખવામાં આવે છે.
*ઉત્તરાધ્યયનના પરિચયમાં પ્રો. શ્રી. દવેએ આ સંબંધી પાછળ આપેલ હોવાથી જૈન પરંપરાની માન્યતા જ આપેલી છે.
૧૫