________________
પ્રતિપાદિત પ્રવચનોમાં સ્પષ્ટ મળે છે કે જે આજના વર્તમાન યુગને ધાર્મિક દિશા તરફ દોરવા માટે ખૂબ જ પ્રેરણાજનક નીવડે તેવા છે. સૂત્રની આ જીવનવ્યાપી દષ્ટિ સ્પષ્ટ કરવાનું લક્ષ્ય પણ આખા અનુવાદમાં સારી પેઠે રાખ્યું છે.
અસાંપ્રદાયિકતા : ખાસ કરીને એક જ જાતની સાંપ્રદાયિકતા કે માન્યતાને પોષતાં કેવળ તાત્વિક બુદ્ધિએ જ કાર્ય કરવાનો ઉદ્દેશ કાયમ જાળવી રાખ્યો છે.
આ બધાં દૃષ્ટિબિંદુઓ રાખવાનું એક જ કારણ છે કે આ ગ્રંથમાં રહેલી વિશ્વવંદ્ય ભગવાન મહાવીરની પ્રેરણાત્મક વાણીનો લાભ જૈન કે જૈનેતર સૌ કોઈ લઈ શકે.
આ અનુવાદમાં જે કાંઈ અસાંપ્રદાયિકતા આવી હોય તે મારા પૂજ્ય ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજની સંસ્કૃતિનો વારસો જ છે, એટલું જ નહિ પરંતુ આ આખા અનુવાદને સાંગોપાંગ તપાસી જઈ સંશોધન કરવામાં તેમના વિશાળ અવલોકનનો જ ફાળો છે. એટલે તેમનો આભાર તો અકથ્ય છે.
ઉપરાંત “દિનકર'ના ઉત્સાહી તંત્રી ભાઈ જમનાદાસ રવાણી તેમ જ તેમના લઘુબંધુ તારકચંદ્ર પાકા લખાણથી માંડીને બધાં પૂરો” તપાસવામાં જે કંઈ જહેમત ઉઠાવી છે તે પ્રશંસનીય છે. પરંતુ આ બધા સંયોગો હોવા છતાં વિશેષ સફળતાનો આધાર તો શ્રી બુધાભાઈ તથા શ્રી જૂઠાભાઈ ઉપર જ છે. આખા “મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર'ની યોજના તેઓની સૂત્ર સેવા બજાવવાની ભાવનાને અંગે જ થવા પામી છે. કાગળ ખરીદવાના કાર્યથી માંડીને પ્રેમના અંતિમ કાર્ય સુધી તે બંનેએ ઝીણવટભરી કાળજી રાખી છે અને રાખતા રહેવાના છે. તે આ ઉત્તરાધ્યયનના વાંચકોએ નોંધવા યોગ્ય છે.
- સંતબાલ