________________
શાશ્વત (નિયતિ) વાદીઓની માન્યતા હોય છે, પરંતુ જયારે આયુષ્ય શિથિલ થાય છે ત્યારે તેની તે માન્યતા ફરી જાય છે અને તેને ખૂબ જ પશ્ચાત્તાપ થાય છે વગેરે.
અનુવાદ શૈલી : અનુવાદન બે પ્રકારનાં હોય છે. (૧) શબ્દાર્થ પ્રધાન અનુવાદન અને (૨) વાક્યર્થ પ્રધાન અનુવાદન. શબ્દાર્થ પ્રધાન અનુવાદનમાં શબ્દ પર જેટલું લક્ષ્ય અપાય છે તેટલું અર્થસંકલના ઉપર અપાતું નથી. આથી શબ્દાર્થ તો સ્પષ્ટ રીતે જણાય છે. પરંતુ તેની મતલબ સમજવામાં ખૂબ વિલંબ થાય છે. અને તેથી ઘણીવાર કિલષ્ટ પણ થઈ પડે છે. જ્યારે વાક્યર્થપ્રધાન અનુવાદનમાં શબ્દાર્થ પર બહુ ગૌણતા રખાય છે, પરંતુ તેની શૈલી એવી સુંદર અને રોચક હોય છે કે વાચન કરતાં જ તેનું રહસ્ય બરાબર સમજી શકાય છે. આ સ્થળે એ બંનેનું સમન્વયીકરણ કર્યું છે. અર્થાત્ કે મૂળ શબ્દોને યથાર્થ અનુસરવા છતાં શૈલી તૂટવા દીધી નથી. તેમ જ સામાન્ય ગુજરાતી જાણનારને પણ વાચનમાં કઠણ ન પડે તેવી સરળ અને સુંદર ભાષા રાખવા યથાશક્ય પ્રયત્ન પણ કર્યો છે.
સંસ્કાર : અર્થ કરતી વખતે સાવ સરળ શબ્દ વાપરવાની ખૂબ ચીવટ રાખી છે. તેમ જ કેટલાક પારિભાષિક શબ્દોમાં સુંદરતા લાવવા માટે તેનું રહસ્ય જાળવી ક્વચિત્ ભાષા સંસ્કાર પણ કર્યો છે. જેમ કે - “નિયોપી' અર્થાત્ “નિયાથી મોક્ષાર્થી આ શબ્દ જૈન પરિભાષામાં બહુધા આ રીતે પ્રસિદ્ધ છે. પરંતુ તે જ શબ્દને મુમુક્ષુ તરીકે વાપરીએ તો તે વિશિષ્ટ અને સર્વવ્યાપી લાગશે. આ અને એવા બીજા પણ “, મન, બુદ્ધિ' એ બધા પારિભાષિક શબ્દોને ઉચિત પ્રસંગે પ્રકરણ સંગતિ જાળવીને તથા ભાષા પરત્વેની વર્તમાન સંસ્કારિતા તેમ જ શૈલીને અનુસરીને સંસ્કાર આપ્યા છે. આમ કરવા છતાં સૂત્રના મૂળ આશયને જાળવવાનો હેતુ તો પ્રધાનપણે રાખવામાં ખાસ સાવધાન રહ્યા છીએ.
સૂત્રની જીવનવ્યાપકતા : અહિંસાના સિદ્ધાંતનું ગંભીર પ્રતિપાદન, ત્યાગાશ્રમની યોગ્યતા, વિશ્વવ્યાપી પ્રેમ, સ્ત્રીપુરુષ આદિ સૌને સમાન અધિકાર, સંયમની મહત્તા, કર્માવલંબી વર્ણવ્યવસ્થા, જાતિવાદનાં ખંડન, ગૃહસ્થ શ્રાવકનાં કર્તવ્યો એવા એવા ઉત્તમ પદાર્થપાઠો ભગવાન મહાવીરના
૧૩