________________
મૃગાપુત્રીય
૧૧૩
અધ્યયન : ઓગણીસમું
મૃગાપુત્રીય મૃગાપુત્ર સંબંધી
કુકર્મનાં પરિણામ કડવાં છે. દુરાત્માની દુષ્ટ વાસનાને અનુસરવામાં ખૂબ જોખમ છે. એકમાત્ર સહજ ભૂલથી આ લોક પર લોકમાં અનેક સંકટો સહેવાં પડે છે. દુર્ગતિનાં દારુણ દુઃખો સાંભળતાં પણ ત્રાસ ઉપજાવે તેવાં હોય છે તો અનુભવની તો વાત જ શી ?
મૃગાપુત્ર પૂર્વના સંસ્કારવશાત્ યોગમાર્ગમાં જવા તત્પર થાય છે. માતાપિતા સંયમ માર્ગનાં સંકટો પુત્રને કહી બતાવે છે. પુત્ર કહે છે : માતાપિતા ! ક્યાં એ સ્વેચ્છાએ સહેવાનાં સામાન્ય કષ્ટ અને ક્યાં એ પરાધીનતાએ ભોગવવાં પડતાં દારુણ દુઃખ ?
આખરે મૃગાપુત્રના સંયમની સાચી તાલાવેલી માતાપિતાને પિગળાવી મૂકે છે. સંસારને ત્યાગી તપશ્ચર્યાને આદરી તે યોગીશ્વર આ જ જન્મમાં પરમ પુરુષાર્થ દ્વારા કર્મકંચુકને ભેદીને અંતિમ ધ્યેયે મળી શુદ્ધ, બુદ્ધ અને સિદ્ધ થાય છે.
ભગવાન બોલ્યા : ૧. મોટાં વૃક્ષોથી ગાઢ એવાં કાનન (જંગલ) અને ક્રીડા કરવા લાયક ઉદ્યાનોથી સુશોભિત અને સમૃદ્ધિથી રમણીય એવા સુગ્રીવ નામના નગરને વિશે બળભદ્ર નામના રાજા રહેતા હતા. અને તે રાજાને મૃગાવતી નામની પટરાણી હતી. - ૨. માતા પિતાનો વલ્લભ અને યુવરાજ એવો બલશ્રી નામનો તેને એક કુમાર હતો કે જે દમિતેન્દ્રિયોમાં શ્રેષ્ઠ અને મૃગાપુત્ર તરીકે પ્રસિદ્ધ થયો હતો.
૩. તે દોગુન્દક (ત્રાયઢિશક) દેવની માફક મનોહર રમણીઓ સાથે હંમેશાં નંદન નામના મહેલમાં આનંદપૂર્વક ક્રીડા કરતો હતો.
નોંધ : દેવલોકમાં ત્રાયસ્ત્રિક નામના ભોગી દેવો હોય છે. ૪. મણિ અને રત્નોથી જેનું ભોયતળિયું જડેલું છે, તેવા મહેલને ગોખે