________________
૧૧ ૨
ઉત્તરાધ્યયન સૂત્ર નોધ : આ પ્રમાણે અહીં એ બંને આત્માર્થી અણગારોનો સત્સંગ સંવાદ પૂર્ણ થાય છે. અને તે બંને મુનિશ્વરો પોતાના પંથે પ્રયાણ કરે છે. - ૫૪. ધીરપુરુષ સંસારની નિરર્થક વસ્તુઓ સારુ પોતાના આત્માને શા માટે હણે ? અર્થાત્ ન જ હશે. એમ વિવેક કરે તો સર્વસંગથી મુક્ત થઈ ત્યાગી બની તે અંતે નિષ્કર્મા થઈ સિદ્ધ થાય છે.
નોંધ : ચક્રવર્તી જેવા મહારાજાઓ મનુષ્ય લોકની સંપૂર્ણ ઋદ્ધિ અને શક્તિવાળા હોય છે. તેના ભાગોમાં શી ખામી હોય? છતાં ત્યાં પણ તૃપ્તિ હોતી નથી. પ્તિ ત્યાગમાં છે. તૃપ્તિ નિરાસક્તિમાં છે. તૃપ્તિ નિર્મોહ દશામાં છે. તેથી જ તેવા ધરણપતિ બાહ્ય સંપત્તિને છોડી આંતરિક સંપત્તિને મેળવવા સંયમમાર્ગને સ્વીકારે છે.
સુખનો એ એક જ માર્ગ છે. શાંતિને ભેટવાની એ એક જ શ્રેણિ છે. સંતોષનું એ એક જ સોપાન છે અનેક જીવાત્માઓ ભૂલી, ભટકી, રખડી રવડીને આખરે અહીં જ આવ્યા છે. ત્યાં જ વિશ્રામ લીધો છે અને ત્યાં જ જે કંઈ જોઈતું હતું તે પામ્યા છે.
એ પ્રમાણે ભગવાન મહાવીરે કહ્યું હતું તે તને કહું છું. એમ શ્રી સુધર્મસ્વામીએ જંબૂને કહ્યું :
આમ સંયતિમુનિનું અઢારમું અધ્યયન સમાપ્ત થયું.