________________
૧ ૧૧
સંયતીય
નોધ : આ ચારે પ્રત્યેક બુદ્ધ (કોઈ એક વસ્તુ જોઈને બોધ પામેલા) જ્ઞાની પુરુષો થઈ ગયા છે.
૪૭. રાજાઓમાં ધોરી સમાન એ બધા રાજાઓ પોતાના પુત્રોને રાજય સોંપીને જિનશાસનમાં અનુરક્ત બન્યા હતા અને ચારિત્રમાર્ગની આરાધના કરી હતી.
૪૮. સિંધુ સોવીર દેશના ધોરી સમાન ઉદાયન નામના મહારાજાએ રાજ્ય છોડીને સંયમ આદર્યો અને આખરે ઉત્તમ એવી મોક્ષગતિને પામ્યા.
૪૯. તે જ પ્રકારે કાશીદેશના (સાતમા નંદન નામના બળદેવ) રાજાએ પણ રાજય તથા કામભોગોને તજી દીધા તથા સંયમ આદર્યો. અંતે કલ્યાણ અને સત્યમાર્ગમાં પુરુષાર્થ કરીને અધર્મરૂપી મહાવનને કાપી નાંખ્યું.
નોંધ : વાસુદેવનું બળ તથા ઋદ્ધિ ચક્રવર્તીથી અર્ધી હોય છે. તેમના નાના ભાઈ હોય તે બળદેવ ગણાય. બળદેવ ધર્મપ્રેમી જ હોય છે તે ભોગોમાં રક્ત થતા નથી.
૫૦. અપયશને હણી નાખનાર અને મહાકીર્તિવાળા એવા વિજય નામના રાજાએ પણ ગુણસમૃદ્ધ (ગુણે કરીને પૂર્ણ) રાજયને છોડીને દીક્ષા લીધી હતી.
નોંધ : વિજય એ બીજા નંબરના બળદેવ હતા.
૫૧. તે જ પ્રકારે પ્રસન્નચિત્તપૂર્વક ઉગ્ર તપશ્ચર્યા આચરીને મહાબળ નામના રાજર્ષિ પણ માથા સાટે કેવળજ્ઞાનરૂપ લક્ષ્મીને મેળવી મુક્તિ પામ્યા હતા.
નોંધ : પૂર્વોક્ત સિવાય બીજા પણ સાત બળદેવ રાજાઓ તથા બીજા અનેક રાજાઓ જૈનશાસનમાં સંયમી થયા છે. અહીં માત્ર થોડાં જ પ્રસિદ્ધ દષ્ટાંતો કહ્યાં લાગે છે.
પ૨. ધીરપુરુષ નિષ્ણુયોજનવાળી વસ્તુઓ સાથે ઉન્મત્તની માફક થઈ પૃથ્વીમાં સ્વચ્છંદી થઈ કેમ વિચરે ? એમ વિવેક કરીને જ ઉપર કહેલા (ભરતાદિક) શૂરવીર અને પ્રબળ પુરુષાર્થી પુરુષો જ્ઞાન અને ક્રિયાથી યુક્ત એવા જૈન માર્ગને આદરતા હતા.
૫૩. સંસારના મૂળ શોધવામાં સમર્થ એવી આ મેં (પૂર્વ આગમની) સત્ય વાણી આપને કહી છે. તે સાંભળીને આચરવાથી કંઈક મહાપુરુષો તરી ગયા છે. વર્તમાન કાળે તમારા જેવા કંક તરે છે અને ભવિષ્યકાળમાં અનેક તરી જશે.