SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ઉત્તરાધ્યયન સૂત્ર ૩૮. લોકને વિશે અપાર શાંતિ કરનારા પાંચમા શાંતિનાથ નામે ઋદ્ધિમાન ચક્રવર્તી પણ ભરતક્ષેત્રનું રાજ્ય છોડી, પ્રવજયા લઈને મુક્તિ પામ્યા. ૩૯. ઈસ્વાકુ વંશના રાજાઓમાં વૃષભ સમાન ઉત્તમ અને વિખ્યાત કીર્તિવાળા નરેશ્વર, છઠ્ઠા ચક્રવર્તી કુંથુરાજા પણ રાજ્યપાટ તથા સંપત્તિ છોડીને ત્યાગી બની અનુત્તરગતિ (મુક્તિ)ને પામ્યા. ૪૦. સાગરના છેડા સુધી રહેલા ભરતક્ષેત્રના નરવરેશ્વર સાતમા ચક્રવર્તી અનામના નરેશ્વર પણ તે બધી વસ્તુને છોડી કર્મથી રહિત થઈ શ્રેષ્ઠ ગતિ (મુક્તિ) પામ્યા. ૪૧. નવમા મહાપા નામે ચક્રવર્તી પણ મોટી સેના, ભારતવર્ષનું મહાન રાજય તથા ઉત્તમ કામભોગોને છોડી તપશ્ચર્યાના માર્ગમાં વળ્યા હતા. ૪૨. પૃથ્વીના પ્રત્યેક રાજાઓનાં માનને મર્દન કરનારા અને મનુષ્યોમાં ઇંદ્ર સમાન એવા આઠમા ચક્રવર્તી હરિષણ પણ મહીમંડળમાં પોતાનું એક જ છત્ર પ્રવર્તાવી આખરે તેને છોડીને ત્યાગી બની ઉત્તમ ગતિમાં ગયા. ૪૩. હજારો રાજાઓથી ઘેરાયેલા અગિયારમા જય નામના ચક્રવર્તીએ પણ સાચા ત્યાગી થઈ આત્મદાન કર્યું અને ઉત્તમ ગતિ (મોક્ષગતિ)માં ગયા. નોંધ : ચક્રવર્તી એટલે છ ખંડના અધિપતિ. એવા મહાન પુરુષોએ અપાર સમૃદ્ધિ મનોરમ્ય કામભોગોને છોડી દીધાં હતાં અને ત્યાગ અંગીકાર કર્યો હતો. ભરતખંડના બાર ચક્રવર્તી પૈકી ઉપરના દસ ત્યાગી થઈ મોક્ષે ગયા હતા. અને આઠમા સુભૂમ ચક્રવર્તી અને બારમા બ્રહ્મદત્ત ચક્રવર્તી, એ બંને ભોગો ભોગવી નરકગતિ પામ્યા હતા. જૈનશાસનમાં જે સામાન્ય રાજાઓ ભળ્યા તે બતાવે છે : ૪૪. પ્રત્યક્ષ કેન્દ્રની પ્રેરણા થવાથી પ્રસન્ન અને પર્યાપ્ત એવા દશાર્ણ રાજયને છોડી દશાર્ણભદ્ર ત્યાગમાર્ગને આદર્યો. ૪૫. નમિરાજા તો ભોગો પ્રત્યે સાક્ષાત્ શકેન્દ્રની પ્રેરણા હોવા છતાં પોતાના આત્માને વશ રાખી વૈદેહી નગરી તથા ઘરબારને છોડીને ચારિત્રધર્મમાં સાવધાન થયા હતા. ૪૬. તેમ જ કલિગ દેશમાં કરકંજુરાજા, પંચાલ દેશમાં દ્વિમુખરાજા. વિદેહ દેશમાં (મિથિલા નગરીમાં) નમિરાજેશ્વર અને ગંધાર દેશમાં નિર્ગત (નગઈ) નામના રાજેશ્વર ત્યાગી બન્યા હતા.
SR No.008087
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2000
Total Pages299
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy