________________
સંયતીય
૧૦૯ નોંધ : આ પ્રમાણે સંયતિ રાજર્ષિએ બહુ મધુર રીતે સાધુની જીવની (જીવન) વર્ણવી પોતે તે મુજબ ચાલે છે તેની પ્રતીતિ આપી વિનીત અર્થાત્ જૈનશાસનને અનુકૂળ શ્રમણની વ્યાખ્યા કહી સંભળાવી.
ક્ષત્રિય રાજર્ષિએ આ સાંભળી પોતાનું પણ તે જ મંતવ્ય છે અને આપણે બંને એક જિનશાસનના અનુયાયીઓ છીએ
તેમ ખાતરી આપી કહ્યું : ૩૨, સાચા અને શુદ્ધ અંતઃકરણથી પૂછો તો હું પણ તે જ કહું છું જે વસ્તુ તીર્થકર (જિનેશ્વર) દેવોએ બતાવી છે તે અપૂર્વજ્ઞાન જિનશાસનમાં ઝળકે છે.
૩૩. તે જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે અક્રિયા (જડક્રિયાને છોડી ધીર સાધકે સાચા જ્ઞાન સહિત ક્રિયાને આચરવી અને સમદષ્ટિથી યુક્ત થઈ કાયર પુરુષોને કઠિન એવા સદ્ ધર્મમાં ગમન કરવું.
નોંધ : સમક્તિ દષ્ટિનાં ચશ્માં સીધાં હોય છે. તે કોઈના દોષો દેખતો નથી. માત્ર સત્યનો શોધક બની તેને જ આચરે છે. જૈનદર્શન જેમ જડક્રિયા (જ્ઞાનરહિત ક્રિયા)ને માનતું નથી તેમ શુષ્કજ્ઞાન (ક્રિયા રહિત પોપટિયું જ્ઞાન)ને પણ સ્વીકારતું નથી. તે જ્ઞાન અને ચારિત્ર બંનેની આવશ્યકતા સ્વીકારે છે.
૩૪. મોક્ષરૂપી અર્થ અને સદ્ ધર્મથી શોભતા એવા આ પુણ્યપદ પવિત્ર ઉપદેશને સાંભળીને પૂર્વકાળમાં ભરત નામના ચક્રવર્તીએ પણ ભરતક્ષેત્રનું રાજ્ય અને દિવ્ય કામભોગોને છોડીને ચારિત્ર ધર્મ અંગીકાર કર્યો હતો
૩૫. (પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં સમુદ્ર સુધી અને ઉત્તર દિશામાં ચલહિમવંત પર્વત સુધી જેની આણ હતી.) તેવા બીજા સગર ચક્રવર્તી પણ સાગરના છેડા સુધી રહેલા ભારત ક્ષેત્રના રાજ્યને તથા સંપૂર્ણ હકુમતને છોડીને સંયમ અંગીકાર કરી મુક્તિ પામ્યા છે.
૩૬. અપૂર્વ ઋદ્ધિમાન અને મહા કીર્તિમાન એવા મધવ નામના ચક્રવર્તી પણ ભરતક્ષેત્રનું રાજ્ય છોડી પ્રવજ્યા લેવાને સાવધાન થઈ ગયા હતા.
૩૭. ચોથા સનકુમાર નરેન્દ્ર ચક્રવર્તી કે જે મહા ઋદ્ધિવાળા હતા છતાં તેમણે પણ પુત્રને રાજ્ય સોંપીને (સંયમ લઈ) તપશ્ચર્યાનો માર્ગ આદરી દીધો હતો.