________________
૧૦૮
ઉત્તરાધ્યયન સૂત્ર ૨૬. તે સિવાયના માત્ર કપટયુક્ત મત પ્રવર્તી રહ્યા છે. તે નિરર્થક અને ખોટા વાદો જ છે. એમ જાણીને હું સંયમમાં પ્રવર્તન કરી ઇર્યા સમિતિમાં વસું છું.
નોધ : સર્વશ્રેષ્ઠ જેનશાનને જાણી તે માર્ગમાં હું ગમન કરું છું. ઇર્યા સમિતિ એ જૈન શ્રમણોની ક્રિયા છે. વિવેક અને ઉપયોગપૂર્વક ગમન કરવું તેનું નામ ઈર્યા. - ૨૭. (ક્ષત્રિય રાજર્ષિએ કહ્યું :) એ બધા અશુદ્ધ અને અસત્ય દૃષ્ટિવાળા અનાર્ય મતો મેં પણ જામ્યા છે. અને પરલોક પણ જાણ્યા છે. તેથી હવે સાચા પ્રકારે આત્મસ્વરૂપને ઓળખી જૈનશાસનમાં વિચરું છું.
નોંધ : ક્ષત્રિય રાજર્ષિએ સૌને પહેલાં જાણી લીધા હતા અને તેમાં અપૂર્ણતા લાગવાથી પછી જ જૈન જેવા વિશાળ શાસનની દીક્ષા લીધી હતી.
આ સાંભળી સંયતિ મુનિએ કહ્યું : ૨૮. હું પણ પહેલા મહાપ્રાણ નામના વિમાનમાં પૂર્ણ આયુષ્યવાળા કાન્તિમાન દેવ તરીકે હતો. ત્યાંની સો વર્ષની ઉપમાળાની દિવ્યઆયુ સ્થિતિ છે. તે મોટા કાળ પ્રમાણની હોય છે.
નોંધ : પાંચમા દેવલોકમાં હું દેવરૂપે હતો ત્યારે મારું આયુષ્ય દશ સાગરોપમનું હતું. સાગરોપમ એ સર્વ સંખ્યાતીત મોટું કાળ પ્રમાણ કહેવાય છે.
૨૯. હું તે પાંચમા (બ્રહ્મ) દેવલોકથી નીકળીને મનુષ્યના ભવને વિશે સંયતિરાજા રૂપે અવતર્યો હતો. (ત્યાંથી નિમિત્તવશાત દીક્ષિત થઈ) હવે હું મારા અને પરના આયુષ્યને બરાબર જાણી શકું છું.
નોંધ : સંયતિ રાજર્ષિને તેવું વિશુદ્ધ જ્ઞાન હતું કે જે વિશુદ્ધ જ્ઞાન દ્વારા તે પોતાના અને પરનો જીવિત કાળ જાણી શકે.
૩૦. (હે ક્ષત્રિય રાજર્ષિ !) ભિન્નભિન્ન પ્રકારની રુચિઓ અને સ્વછંદોને સંયમીએ ત્યાગી દેવા જોઈએ. અને સર્વ કામભોગો અનર્થનાં મૂળ છે એમ જાણી જ્ઞાનમાર્ગમાં ગમન કરવું જોઈએ. - ૩૧. તેમ જાણીને દૂષિત (નિમિત્તાદિ શાસ્ત્રો દ્વારા કહેવાતા) પ્રશ્નોથી હું નિવૃત્ત થયો છું. તેમ જ ગૃહસ્થ સાથેની ગુપ્ત રહસ્ય ભરી વાતોથી પણ નિવૃત્ત થયો છું. અહો ! ખરેખર સંસારને ત્યાગી સંયમમાર્ગને પામેલા પુરુષે દિનરાત્રી જ્ઞાનપૂર્વક તપશ્ચર્યામાં જ વિચારવું જોઈએ.