________________
સંયતીય
૨૦. રાષ્ટ્રને ત્યાગીને દીક્ષિત થયેલા તે ક્ષત્રિયમુનિ સંયતિ યોગીશ્વરને પૂછે છે કે જેવું આપનું રૂપ દેખાય છે તેવું જ આપનું અંતઃકરણ પણ પ્રસન્ન દેખાય છે.
૧૦૭
નોંધ : જેવી આપની આકૃતિ સૌમ્ય છે તેવું જ અંતઃકરણ પણ નિર્મળ દેખાય છે.
૨૧. આપનું નામ શું ? પૂર્વાશ્રમમાં આપનું ગોત્ર શું હતું ? આપ શાથી શ્રમણ બન્યા ? (ત્યાગ કેવી રીતે લીધો ?) કયા આચાર્ય (ગુરુદેવ)ને સેવો છો ? તમો વિનીત કેવી રીતે કહેવાઓ છો ? (આમ ક્ષત્રિયમુનિએ પૂછ્યું હતું.)
૨૨. મારું નામ સંયતિ છે. ગૌતમ એ મારું ગોત્ર છે. જ્ઞાન અને ચારિત્રયુક્ત એવા ગર્દભાલી નામના આચાર્ય મારા ગુરુદેવ છે.
નોંધ ઃ મુક્તિને માટે યોગ્ય એવા ગુરુવરને હું સેવું છું હવે વિનીત કેમ કહેવાય ? તે પ્રશ્નના ઉત્તરમાં પુનઃ કહે છે :
૨૩. અહો ક્ષત્રિયરાજ મહામુનિ ! (૧) ક્રિયાવાદી (સમજણ વિના માત્ર ક્રિયા કરનાર. (૨) અક્રિયાવાદી (માત્ર પોપટિયા જ્ઞાનને માનનાર), (૩) વિનયથી જ સિદ્ધિ માનનારા અને (૪) અજ્ઞાનવાદી. આ ચારે વાદમાં રહેલા પુરુષો ભિન્નભિન્ન પ્રકારના માત્ર વાદો જ કર્યા કરે છે. પરંતુ તત્ત્વ માટે કશો પ્રયત્ન કરતા નથી. તે સંબંધમાં તત્ત્વજ્ઞ પુરુષોએ શું કહ્યું છે ? નોંધ : આમ કહેવાનું પ્રયોજન એ છે કે તેવા મતને માનનાર એકાંતવાદી સાધક વિનીત કહેવાતો નથી. તેથી એકાંતવાદોને હું સ્વીકારતો નથી. તેમ સંયતિમુનિએ કહ્યું.
૨૪. તત્ત્વના જાણકાર, સાચા પુરુષાર્થી અને ક્ષાયિકજ્ઞાન (શુદ્ધજ્ઞાન) તથા ક્ષાયિક ચારિત્ર વડે સંયુક્ત એવા જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે પણ આ પ્રમાણે પ્રકટ કર્યું હતું.
૨૫. અહીં જેઓ અસત્ય પ્રરૂપણા કરનાર, (કે પાપ કરનારા) હોય છે તે ઘોર નરકમાં પડે છે. અને જે આર્ય (સત્ય) ધર્મને આચરે છે તે મનુષ્ય દિવ્યગતિને પામે છે.
નોંધ : મધ્યયુગમાં જૈનશાસન સર્વોપરિ ગણાતું કારણ કે પૂર્ણ પુરુષો તેના પ્રવર્તક હતા અને તે તપ, ત્યાગ તથા અહિંસાના સૂક્ષ્મ સિદ્ધાંતોનું પ્રરૂપણ કરતા.