________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૨. અશ્વદળ, હાથીદળ, રથદળ અને પાયદળ એ ચાર પ્રકારની મોટી સેનાથી ચારે તરફ ઘેરાયેલા
૩. રસ (પશુ માંસનો સ્વાદ)માં આસક્ત થઈ અશ્વ પર ચડેલા તે મહારાજા કાંપીલ્યકેસર નામના ઉદ્યાનમાં મૃગલાઓને ભગાડીને (પાછળ દોડી) બીવરાવેલાં અને દોડીને થાકી ગયેલા એવા મૃગોને વીંધી નાખતા
હતા.
૧૦૪
૪. તે જ કેસર ઉદ્યાનમાં તપોધની (તપસ્વી) અને સ્વાધ્યાય (ચિંતન) તથા ધ્યાનમાં જોડાયેલા એક અણગાર (સાધુ) ધર્મધ્યાનમાં લીન થયા હતા. ૫. વૃક્ષથી વ્યાપ્ત એવા નાગરવેલના મંડપ નીચે તે મુનિ આસ્રવ (પાપમળ)ને દૂર કરીને નિર્મળ ચિત્તે ધ્યાન કરી રહ્યા છે. તેની પાસે આવેલા (એક) મૃગલાને પણ તે રાજા હણી નાખે છે.
નોંધ : રાજાને ખબર ન હતી કે અહીં કોઈ મુનિરાજ છે. નહિ તો શિષ્ટતા જાળવવા ખાતર તે કદી તેવા મહાયોગીની પાસે આવું હિંસક કૃત્ય કરી શકત નહિ.
૬. (મૃગો હણાયા પછી) પાછળ ઘોડા પર જલદી દોડી આવતો તે રાજા તે સ્થળે આવીને હણાયેલા મૃગલાને જુએ છે અને તેને જોતાં જ પાસે ધ્યાનસ્થ બેઠેલા ત્યાગીને પણ જુએ છે.
૭. (જોતાં વાર જ મારા બાણથી મુનિરાજ હણાયા હશે ! મુનિ ન હણાયા હોય તો મૃગ તેની પાસે આવી ગયો માટે કદાચ મૃગ તે યોગીનો હશે અને તે હણાઈ ગયો, હવે મારું શું થશે ? અથવા આવા અનુકંપન યોગી પાસે આવું હિંસક કૃત્ય થયું તેથી તેને દુઃખ થશે. આ પ્રમાણે વિચારો આવે છે.) તેથી ભયભીત અને શંકાગ્રસ્ત બની ગયેલો તે માને છે કે ‘મંદ પુણ્યવાળા, રસાસક્ત અને હિંસક એવા મેં ખરેખર મુનિશ્રીની લાગણી દુભાવી.'
૮. તે રાજા તુરત જ પોતાના ઘોડા પરથી ઊતરી ઘોડાને દૂર મૂકીને મુનિશ્રી પાસે જઈ તે આદર્શ ત્યાગીના બંને ચરણોને ભક્તિપૂર્વક નમે છે અને સરળ હૃદયપૂર્વક કહે છે કે ભગવન્ ! મારા અપરાધને આપ માફ કરો. ૯. પરંતુ તે વખતે એ યોગીશ્વર મૌનપૂર્વક ધર્મધ્યાનમાં તલ્લીન હોવાથી રાજાને પ્રત્યુત્તર ન આપી શક્યા. આથી રાજા ભય વડે ખૂબ આકુળવ્યાકુળ થઈ ગયો.