________________
પાપ શ્રમણીય
અધ્યયન : સત્તરમું પાપ શ્રમણીય પાપી સાધુનું અધ્યયન
સંયમ લીધા પછી તેને નિભાવવામાં જ સાધુતા છે. ત્યાગી જીવનમાં પણ આસક્તિ કે અહંકાર જાગે તો ત્યાગની ઇમારત ખળભળે, તેવા શ્રમણો ત્યાગી નથી ગણાતા પણ પાપી શ્રમણો ગણાય છે.
ભગવાન બોલ્યા : ૧. ત્યાગ ધર્મને સાંભળીને કર્તવ્યપરાયણ થઈ જે કોઈ દીક્ષિત થાય તેણે દુર્લભ એવા બોધિલાભને મેળવીને પછી સુખપૂર્વક ચારિત્ર પાળવું.
નોંધ : બોધિલાભ એટલે આત્મભાન પામવું. આત્મભાન પામ્યા પછી ચરિત્રમાર્ગમાં વધુ સ્થિર થવાય. ચરિત્રમાર્ગમાં સ્થિર થવું તે જ દીક્ષાનો હેતુ છે. ખાવું, પીવું કે શરીર શુશ્રુષા કરવી એ ત્યાગનો હેતુ નથી.
૨. કોઈ સંયમ લીધા પછી માને છે કે ઉપાશ્રય (રહેવાનું સ્થાન) સુંદર મળ્યો છે. પહેરવાનાં વસ્ત્રો મળ્યાં છે. જમવાને માટે માલપાણી પણ ઉત્તમ મળ્યા કરે છે. અને જીવાદિક પદાર્થો જે છે તેને પણ જાણી જોઈ શકું છું. તો હવે પોતાના ગુરુ પ્રત્યે) હે આયુષ્યમન્ ! હે પૂજય ! શાસ્ત્રો ભણવાનું પ્રયોજન શું છે ?
નોંધ : આવી વિચારણા પ્રમાદની સૂચક છે. સંયમીએ હંમેશાં શાસ્ત્રવચનને અભ્યસ્ત કરવાં અને ખૂબ ખૂબ વારંવાર ચિતવવાં.
૩. જે સંયમી ઊંઘવાનો સ્વભાવ ઘણો રાખે કે આહારપાણી કરીને ઘણીવાર લગી સુખે સૂઈ રહે તે પાપી શ્રમણ કહેવાય છે.
નોંધ : સંયમીને માટે દિનચર્યાનાં અને રાત્રિચર્યાનાં ભિન્નભિન્ન કાર્યો હોય છે. તે બધાંને ક્રમપૂર્વક આચરવાં જોઈએ.
૪. વિનયમાર્ગ (સંયમમાર્ગ)નો અને જ્ઞાનનો જે આચાર્ય અને ઉપાધ્યાય વડે લાભ થયો છે તેવા ગુરુઓને જ્ઞાન થયા બાદ નિંદે કે તિરસ્કાર કરે તે પાપી શ્રમણ કહેવાય છે.
પ. અહંકારી થઈને આચાર્ય, ઉપાધ્યાય તથા સંગાથી સાધુઓની