________________
ઉત્તરાધ્યયન સૂત્ર ૧૦. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ ઇત્યાદિ ઇંદ્રિયોના વિષયોમાં જે આસક્ત થતો નથી તે નિગ્રંથ કહેવાય છે. શિષ્ય પૂછ્યું : ‘તમ શા માટે ?' આચાર્યે કહ્યું : “શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શને અનુસરનારા બ્રહ્મચારીના બ્રહ્મચર્યમાં ઉપર કહેલી ક્ષતિ થાય અને ક્રમથી સંયમ ધર્મથી પતિત થવાય માટે શબ્દાદિ પાંચ ઇંદ્રિયોના વિષયોમાં આસક્ત થાય નહિ તે નિગ્રંથ કહેવાય છે. એ પ્રમાણે દશે બ્રહ્મચર્ય સમાધિ સ્થાનો પૂર્ણ થયાં, હવે તે (સંબંધીના) શ્લોકો કહેવાય છે. તે આ પ્રમાણે છે.
ભગવાન બોલ્યા : ૧. (આદ) બ્રહ્મચારીએ બ્રહ્મચર્યની રક્ષા માટે સ્ત્રી, પશુ અને નપુંસક રહિત એવા એકાંત (આત્મચિંતનને યોગ્ય) સ્થાનને સેવવું જોઈએ.
૨. બ્રહ્મચર્યમાં રક્ત થયેલા ભિક્ષુએ મનને ક્ષોભ પમાડે તેવી અને વિષયોની આસક્તિને વધારનારી સ્ત્રીઓની કથાને છોડી દેવી,
૩. પુનઃ પુનઃ સ્ત્રીઓની શૃંગાર વર્ધક કથા કરવાથી (કિવા વારંવાર સ્ત્રીઓ સાથે કથા વાર્તાના પ્રસંગમાં આવવાથી) કે સ્ત્રીઓ સાથે બહુ પરિચય કરવાથી બ્રહ્મચર્ય ખંડિત થાય છે. માટે બ્રહ્મચર્યના પ્રેમી ભિક્ષુએ તે બાબતોનો હંમેશાં ત્યાગ કરવો.
૪. બ્રહ્મચર્યમાં રક્ત થયેલો સાધુ સ્ત્રીઓનાં અંગ પ્રત્યંગ કે આકૃતિને ઇરાદાપૂર્વક વારંવાર જોયા ન કરે. તેમ જ સ્ત્રીઓના કટાક્ષ ઉપર કે મધુર વચનો પર આસક્ત ન થાય.
૫. સ્ત્રીઓના કોયલ જેવા શબ્દો, રુદન, ગીત, હાસ્ય, પ્રેમીના વિરહથી થતાં કંદન કે શૃંગાર સમયનાં સ્નેહાળ વચનો પર લક્ષ્ય ન આપવું. આ બધી કર્મેન્દ્રિયના વિષયની આસક્તિ છે. બ્રહ્મચર્યના પ્રેમી સાધકે તેનો ત્યાગ કરવો.
૬. ગૃહસ્થ (અસંયમી) જીવનમાં સ્ત્રી સંગાથે હાસ્ય, કીડા, વિષય સેવન, શૃંગાર રસ જમાવવા પરસ્પર માન રાખ્યું હોય, બળાત્કારથી કે ત્રાસથી વિષયસેવન કર્યું હોય ઇત્યાદિ કોઈ જાતના પૂર્વ ભાગોને બ્રહ્મચારીએ કદીપણ ચિંતવવા નહિ.
નોંધ : પૂર્વે જે જાતના ભોગો ભોગવ્યા હોય તેના ચિંતનથી પણ ભોગોના વિચારો અને કુસંકલ્પો જન્મે છે કે જે બ્રહ્મચર્યમાં મહાન હાનિકર્તા છે.
૭. હમેશાં બ્રહ્મચર્યમાં રક્ત થયેલો ભિક્ષુ વિયની મસ્તી વધારનારાં રસવાળાં ભોજનો જલદી ત્યાગી દે.