________________
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : સોળમું બ્રહ્મચર્ય સમાધિનાં સ્થાનો
(પરમાત્માનું સ્વરૂપ)માં ચર્ચા કરવી અથવા આત્મસ્વરૂપની પૂર્ણપણે પ્રાપ્તિ કરવી તે સૌ કોઈનું ધ્યેય છે. એટલે બ્રહ્મચર્યની આવશ્યકતા એ જીવનની આવશ્યકતા જેવી જ અનિવાર્ય છે. અબ્રહ્મચર્ય એ જડસંસર્ગથી જન્મેલો વિકાર છે. આ વિકારની જીવાત્મા પર જેટલી મોહનીય કર્મ (મોહ ઉત્પન્ન કરે એવી વાસના)ની અસર હોય છે તે પ્રમાણમાં ભયંકર નીવડે છે. સંસારમાં જેટલા અનર્થો આપત્તિઓ અને દુ:ખો જીવાત્મા અનુભવે છે તે પોતાથી થયેલી ભૂલોનું જ પરિણામ છે. ભૂલોથી બચવા માટે કે આત્મશાંતિ મેળવવા માટે જે ઉત્સુક થઈ પુરુષાર્થ કરે છે તે સાધક કહેવાય છે. આવા સાધકને અબ્રહ્મચર્યથી નિવૃત્ત થઈ બ્રહ્મચર્યમાં સ્થિર થવું એ ક્રિયા માટે જેટલી આંતરિક ચોકીદારી રાખવી પડે છે તેટલી જ અને તેથી પણ વધુ બાહ્ય નિમિત્તોથી પણ ચેતવું પડે છે. ગમે તેવા ઉરચ કોટિના યોગીને પણ નિમિત્ત મળતાં સંસારમાં બીજક રૂપે રહી ગયેલી વાસના અવશ્ય ઉત્તેજિત થવાનો ભય રહે છે. આથી જાગરૂક સાધકે આત્મોન્નતિ માટે અને વિશુદ્ધ બ્રહ્મચર્ય આરાધવા માટે ભગવાન મહાવીરે કહેલ અનુભવમાંથી પોતાની ઉપયોગી વાતો ધારી રાખવી અને આચરવી. તે મુમુક્ષુ માત્રનું સર્વોત્તમ કર્તવ્ય છે.
સુધર્મસ્વામીએ જંબૂસ્વામીને આમ કહ્યું : “હે આયુષ્મન્ ! મેં સાંભળ્યું છે.' તે ભગવાન મહાવીરે આમ કહ્યું : જિનશાસનમાં સ્થવિર ભગવાનો (પૂર્વ તીર્થકરો)એ બ્રહ્મચર્યની સમાધિનાં દશ સ્થાનો ફરમાવ્યાં છે. જે (સ્થાનો)ને સાંભળીને તેમ જ હૃદયમાં ધારીને ભિક્ષુ, સંયમપુષ્ટ, સંવરપુષ્ટ, સમાધિ (ચિત્તસમાધિ) પુષ્ટ અને જિતેન્દ્રિય થઈ ગુપ્ત (આદર્શ) બ્રહ્મચારી બની, અપ્રમત્તપણે આત્મલક્ષી થઈ વિચરે.'
(શિષ્ય પૂછયું) : કયાં તે બ્રહ્મચર્ય સમાધિ સ્થાનો સ્થવિર ભગવાનોએ ફરમાવ્યાં છે કે જેને સાંભળીને તેમ જ અવધારીને ભિક્ષુ; સંયમપુષ્ટ, સંવરપુષ્ટ, સમાધિપુષ્ટ અને જિતેન્દ્રિય થઈ ગુપ્ત બ્રહ્મચારી બની અપ્રમત્તપણે આત્મલક્ષી થઈ વિચરે.