________________
૯૩
બ્રહ્મચર્ય સમાધનાં સ્થાના
(ગુરુએ કહ્યું :) ખરેખર સ્થવિર ભગવાનોએ આ પ્રમાણે દશ બ્રહ્મચર્ય સમાધિનાં સ્થાનો ફરમાવ્યાં છે કે જેને સાંભળીને તથા અવધારીને ભિક્ષુ સંયમપુષ્ટ, સંવરપુષ્ટ, સમાધિપુર અને જિતેન્દ્રિય થઈ ગુપ્ત બ્રહ્મચારી બની અપ્રમત્તપણે આત્મલક્ષી થઈ વિચરે.
“તે આ પ્રમાણે છે ૧, સ્ત્રી, પશુ અને નપુંસક રહિત ઉપાશ્રય તથા સ્થાનને સેવે તે જ નિગ્રંથ (આદર્શ મુનિ) કહેવાય છે. જે સ્ત્રી, પશુ અને નપુંસક સહિત ઉપાશ્રય, શવ્યા કે સ્થાન ભોગવે તે નિગ્રંથ ન કહેવાય. શિષ્ય પૂછયું : “તેમ શા માટે ?'
આચાર્યે કહ્યું : “ખરેખર સ્ત્રી, પશુ કે નપુંસક સહિત આસન, શય્યા કે સ્થાનને સેવનાર બ્રહ્મચારીને બ્રહ્મચર્ય પાળવામાં (૧) શંકા (બ્રહ્મચર્ય પાળું કે ન પાળું ?) ઉત્પન્ન થાય અથવા બીજાને શંકા થાય કે સ્ત્રી ઇત્યાદિ સહિત સ્થાન ભોગવે છે તો તે બ્રહ્મચારી હશે કે કેમ ? (૨) આકાંક્ષા (ઇચ્છા)-મૈથુન ભોગવવાની કદાચિત નિમિત્ત મળતાં ઇચ્છા જાગે. (૩) વિચિકિત્સા (બ્રહ્મચર્યના ફળનો સંશય) બ્રહ્મચર્ય પાળવાથી શો લાભ ? એવા દુર્વિચારો ઉત્પન્ન થાય અને વિચારો થવાથી એકાંત હોવાથી પતન થવાનો ભય રહે અને તે મૈથુનની લાલસાથી ઉન્મત્ત થઈ જવાય. તથા તેવા વિચારો કે દુષ્કાર્યથી દીર્ઘ કાળ ટકે તેવો શારીરિક રોગ થાય અને એમ પતન થવાથી જ્ઞાનીએ બતાવેલ સત્યધર્મથી શ્રુત થાય. આવી રીતે વિષયેચ્છા અનર્થોની ખાણ હોવાથી તેના નિમિત્તરૂપ સ્ત્રી, પશુ કે નપુંસક જયાં રહેતાં હોય તેવા સ્થાનો નિગ્રંથ કદી ન ભોગવે.
૨. સ્ત્રીઓની કથા (શૃંગારરસજનક વાર્તાલાપ) કરે નહિ તેને સાધુ કહેવા. શિષ્ય પૂછ્યું : ‘તેમ શા માટે ?' આચાર્યે કહ્યું : “સ્ત્રીઓની શૃંગારવર્ધક કથાઓ કહેવાથી પણ ઉપર્યુક્ત બ્રહ્મચર્યમાં હાનિ થવાનો સંભવ છે. માટે બ્રહ્મચારી સ્ત્રી પુરુષો સંબંધી તેવી કથાઓ ન કહેવી.'
નોંધ : શૃંગારરસની કથાઓ કહેવાથી કે કરવાથી અલનનો સંભવ છે આથી તે છોડી દેવી અને એકલી સ્ત્રી સાથે પણ કથાલાપ એકાંતના પ્રસંગે કરવાના યોગો આવવા દેવા જોઈએ નહિ.
૩. સ્ત્રીઓની સાથે એક આસને ન બેસે તેને આદર્શ બ્રહ્મચારી કહો. શિષ્ય પૂછ્યું: ‘તેમ શા માટે ?' આચાર્યે કહ્યું : “ત્રીઓની સાથે એક