________________
સ ભિકબૂ
૯૧ ૧૫. લોકમાં પ્રવર્તતા ભિન્નભિન્ન પ્રકારના વાદ (તકદિશાસ્ત્રો)ને સમજી, પોતાના આત્મધર્મન જાળવી સંયમને અનુસરેલો પંડિત પુરુષ સર્વ પરિષહોને જીતીને; સર્વ જીવો પર સમાન ભાવ કેળવી ઉપશાંત થયેલો અને કોઈ જીવને પીડા ઉપજાવે નહિ તેવો થઈને વિચરે તે જ ભિક્ષુ કહેવાય.
નોંધ : મનુષ્યો જેટલા મત અને વિચારો હોય છે અને તેને અંગે ભિન્ન ભિન્ન ધર્મો કે પંથો પડી જાય છે. પરંતુ વાસ્તવિક ધર્મ કે સત્યના વિભાગો કદી હોઈ શકે નહિ. તે તો સર્વ સમાન જ હોય છે.
૧૬. જે શિલ્પ વિદ્યાર્થી પોતાનું જીવન ચલાવનાર ન હોય તેમ જ જિતેન્દ્રિય, આંતરિક અને બાહ્યબંધનોથી છૂટેલો, અલ્પ કષાયવાળો, થોડું અને પરિમિત ભક્ષણ કરનાર અને ઘરને છોડી રાગદ્વેષ રહિત થઈ વિચરે તે ભિક્ષુ કહેવાય.
નોંધ : વેશનાં પરિવર્તન એ સાધુતા નથી પણ સાધુનું ચિહ્ન છે. સાધુતા અપ્રમત્તતામાં છે; સાધુતા અક્રોધ, અવર અને અનાસક્તિમાં છે. સૌ કોઈ આવી સાધુતાને સાધી સ્વ અને પર કલ્યાણને સાધે,
એમ કહું છું. એ પ્રમાણે સભિખૂ નામનું પંદરમું અધ્યયન સમાપ્ત થયું.