________________
૮૮
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : પંદરમું સ ભિખૂ તે જ સાધુ
સંસારમાં પતનનાં નિમિત્તો પુષ્કળ છે. માટે સાધકોએ સાવધ રહેવું. ભિક્ષુ આહાર અને વસ્ત્રાદિ આવશ્યક વસ્તુઓમાં પણ સંયમ રાખે એ સાધનદશા માટે ઉપયોગી જ છે. પરંતુ સત્કાર, માન કે પ્રતિષ્ઠાની લાલસા રોકવી એ પણ તેટલું જ ઉપયોગી સમજવું.
વિવિધ વિદ્યાઓ કે જે ત્યાગી જીવનમાં ઉપયોગી નથી તે શીખીને સમયનો દુરુપયોગ કરવો તે સંયમ જીવિતને બાધકરૂપ છે. તપશ્ચર્યા અને સહિષ્ણુતા એ જ આત્મવિકાસના ગગનમાં ઊડવાની પાંખો છે. ભિક્ષુઓ એ બંને પાંખોને ખૂબ સંભાળી સાથે લઈને ઊંચે ને ઊંચે ચડે.
ભગવાન બોલ્યા : ૧. સાચા ધર્મને વિવેકપૂર્વક અંગીકાર કરી, અન્ય ભિક્ષુઓ સંગાથે રહી નિયાણા (વાસના)ને છેદી, સરળ થઈ અને ચારિત્રધર્મમાં ચાલે, તેમ જ કામભોગોને ન ઇચ્છી, પૂર્વાશ્રમના સંબંધીઓની સાથે આસક્તિ છોડી દે અને અજ્ઞાત (નહિ જાણેલાં) ઘરોમાં ભિક્ષાચરી કરીને આનંદપૂર્વક સંયમ ધર્મમાં ગમન કરે તે જ સાધુ કહેવાય.
નોંધ : અજ્ઞાત એટલે “આજે અમારે ત્યાં સાધુજી પધારવાના છે માટે ભોજન કરી રાખીએ' તેમ ન જાણનારાં ઘરો.
૨. ઉત્તમભિક્ષુ રાગથી નિવૃત્ત થઈ, પોતાના આત્માને પતનથી બચાવી, અસંયમથી નિવૃત્ત થઈ કષ્ટોન સહી, અને સર્વ જીવોને આત્મતુલ્ય જાણીને કોઈ વસ્તુ વિશે મૂછ (આસક્તિ) ન પામે તે જ ભિક્ષુ કહેવાય.
૩. કોઈ આક્રોશ (કઠોર વચન) કહે કે મારે, તો તેને સ્વકર્મનું ફળ જાણીને ધૈર્ય રાખનાર, પ્રશસ્ત અને આત્માન નિત્ય ગુપ્ત રાખનાર અને આવ્યાકુળ ચિત્ત રાખી હર્ષ અને દુઃખથી રહિત બની જે કંઇ સંયમમાં કષ્ટ પંડ તેને સહન કરે તે જ ભિક્ષુ કહેવાય.
૪, અલ્પ અને જીર્ણ શય્યા અને આસનને ભોગવે, ઠંડી, તાપ, ડાંસ,