________________
ઈપુકારીય બંધન છૂટી ગયા પછી જીવાત્મા ખૂબ આનંદ પામે) હે ઈષકાર રાજન્ ! મેં આવું (અનુભવી પુરુષો પાસેથી) સાંભળ્યું છે અને તે જ હિતકર છે એમ આપ જાણો.
નોંધ : સનારી પણ પુરુષ જેટલું જ સામર્થ્ય ધરાવે છે. પુરુષ અને સ્ત્રીઓ એ બંને આત્મવિકાસનાં સમાન સાધક છે. જેમ પુરુષને જ્ઞાન અને મોક્ષના અધિકાર છે તેમ સ્ત્રીઓને પણ છે. યોગ્યતા જ આગળ ધપાવે છે પછી તે સ્ત્રી હો કે પુરુષ હો !
૪૯. (કમળાવતી મહારાણીના અસરકારક ઉદ્દગારો સાંભળીને ઈષકારને મહારાજાની મોહ-નિદ્રા ઊડી ગઈ) ત્યારબાદ રાણી તથા રાજા વિસ્તારવાળું મોટું રાજ્ય અને દુઃખ કરીને તજાય તેવા આકર્ષક કામભોગોને તજી દઈને વિષયમુક્ત, સ્નેહમુક્ત, આસક્તિમુક્ત અને પરિગ્રહથી રહિત થયાં.
૫૦. ઉત્તમ કામગુણોને જમ્યા પછી અતિ પુરુષાર્થવાળાં દંપતીએ સાચા ધર્મને સમજીને સર્વ પ્રસિદ્ધ એવી તપશ્ચર્યાને અંગીકાર કરી.
નોંધ : આંતરિક અને બાહ્ય એવી બાર પ્રકારની તપશ્ચર્યા છે. કર્મોરૂપ કાષ્ઠને બાળવામાં તપશ્ચર્યા અગ્નિ જેવું કાર્ય કરે છે. તેનું વિસ્તૃત વર્ણન આગળ ૩૦ મા અધ્યયનમાં આવશે.
૫૧. એ પ્રમાણે તે ક્રમપૂર્વક છએ જીવો જરા અને મૃત્યુના ભયથી ખેદ પામીને ધર્મપરાયણ થયા અને દુઃખના અંતની (મોક્ષમાર્ગની) શોધ કરી ક્રમપૂર્વક બુદ્ધ થયા.
પ૨. વીતમોહ (મોહથી રહિત તેવા) જિનેશ્વરના શાસનમાં પૂર્વે જાગેલી ભાવનાઓ (ગત જન્મોમાં કરેલું ચિંતન)ને સંભારીને થોડા જ કાળમાં તે છએ જીવો દુઃખના અંતને પામ્યા.
૫૩. દેવી કમળાવતી, રાજા, પુરોહિત બ્રાહ્મણ (ભૃગુ), જશા નામની બ્રાહ્મણી અને તેનાં બંને પુત્રો એમ છએ જીવો મુક્તિને પામ્યા.
સુધર્મસ્વામીએ જંબૂને કહ્યું :
‘એમ ભગવાન બોલ્યા હતા.' એ પ્રમાણે ઈશ્ક કાર સંબંધી ચૌદમું અધ્યયન સમાપ્ત થયું.