________________
૮૬
ઉત્તરાધ્યયન સૂત્ર નરપતિ ! તે સમયે એક માત્ર સાચો ધર્મ જ શરણભૂત થશે. બીજું કશું (ધનાદિ) પણ શરણભૂત થઈ શકશે નહિ.
નોંધ : રાણીનાં આ વચનો એકાંત તેમના હૃદય વેરાગ્યનાં સૂચક છે. મહારારાજાએ ચિકિત્સા માટે કહ્યું : જો આટલું સમજો છો તો ગૃહસ્થાશ્રમમાં હજુ શા માટે રહ્યાં છો ?
૪૧. જેમ પિંજરામાં પક્ષિણી (પંખિણી) આનંદ પામી શકતી નથી તેમ (આ રાજય સુખથી ભરેલા અંતઃપુરમાં) હું પણ આનંદ પામતી નથી. માટે સ્નેહરૂપી તાંતણાને છેદીને તથા આરંભ (સૂક્ષ્મણિંસાદિ ક્રિયા) અને પરિગ્રહ (સંગ્રહવૃત્તિ)ના દોષથી નિવૃત્ત, અકિંચન (પાસે કશું પણ ધન ન રાખનાર), નિરાસક્ત અને સરળભાવી બનીને સંયમમાર્ગમાં ગમન કરીશ.
૪૨. જેમ જંગલમાં દવાગ્નિથી પશુઓ બળતાં હોય ત્યારે દાવાનળથી દૂર રહેતાં બીજાં પ્રાણીઓ રાગદ્વેષને વશ થઈને આનંદ પામતાં હોય છે. પરંતુ પાછળથી તેઓની પણ તે જ ગતિ થાય છે.
૪૩. એ જ પ્રમાણે કામભોગોમાં લુબ્ધ થયેલાં આપણે રાગ અને દ્વેષરૂપી અગ્નિથી બળી રહેલા આખા જગતને મૂઢની પેઠે જાણી શકતાં નથી.
૪૪. ભોગવેલા ભોગોને સ્વઇચ્છાથી વમી (તજીને) સંયમને વિશે આનંદપૂર્વક જેમ પંખી પોતાની ઇચ્છાપૂર્વક વિચારે છે તેમ આપણે પણ ગામ, નગર ઇત્યાદિ સ્થળે અપ્રતિબંધ થઈને વિચારવું જોઈએ.
૪૫. આપણા હાથમાં આવેલા આવા ભોગો પણ સ્થિર રહેવાના નથી. (સ્પંદન કરી રહ્યાં છે.) માટે જેમ (આ પુરોહિત વ.) ચારે જણાએ ત્યાગ કર્યો તેમ આપણે પણ ત્યાગ કરવો ઘટે.
૪૬. માંસવાળા પક્ષી (ગીધ)ને જોઈને સૌ કોઈ (બીજાં પક્ષીઓ) માંસ લેવા માટે તેને દુ:ખી કરે છે. પરંતુ માંસ વિનાનાને કોઈ દુઃખી કરતું નથી. માટે પરિગ્રહ રૂપી માંસને સર્વથા છોડીને હું નિરામિષ (નિરાસક્ત) થઈ વિચરીશ.
૪૭. ઉપર કહેલી ગીધની ઉપમાને જાણીને તેમજ કામભોગો એ સંસારને વધારનારા છે તેમ સમજીને જેમ ગરુડથી સર્પ ડરી ડરીને ચાલે છે તેમ આપણે પણ ભોગોથી ડરીને વિવેકપૂર્વક ચાલવું જોઈએ.
૪૮. હે મહારાજા ! હાથી જેમ સાંકળ વગેરેનાં બંધન છોડીને પોતાની વસતિ (વિધ્યાચળ, અટવી વગેરે)માં જવાથી આનંદ પામે (તેમ સંસારના