________________
ઈપુકારીયા
૮૫ ૩૪. હ ભંદ્ર ! જેમ સર્પ શરીરની કાંચળી છોડીને ચાલ્યો જાય છે. તેમ આ બે ત્રણ પુત્રો ભાગોને છોડી ચાલ્યા જાય છે. તો હું શા માટે તેને ન અનુસરું ?
નોંધ : સર્પ પોતાના શરીરમાં ઉત્પન્ન થયેલી હોવા છતાં કાંચળીને તજી તેને લેવા પ્રેરાતો જ નથી. તેમ સાધકોએ આસક્તિની કાંચળીને છોડી દેવી એ જ યોગ્ય છે.
૩૫. (જશા વિચારવા લાગી કે આ બધા) જેમ રોહિત જાતનાં (શક્તિવાળાં) માછલાં (તીક્ષ્ણ પૂંછડથી) જીર્ણ જાળને છેદીને જાળમાંથી છૂટો જાય તેમ કામભોગોથી છૂટી જાય છે. અને જાતિમાન બળદની જેમ ચારિત્ર્યના ભારને વહનારા તેમજ ઉદાર તપશ્ચર્યાવાળા તે ધીર પુરુષો ખરેખર ત્યાગ માર્ગમાં જ ગમન કરે છે.
૩૬. જેમ ફેલાયેલી જાળોને તોડી નાખીને પક્ષીઓ ખૂબ દૂર દૂર આકાશ પ્રદેશમાં ચાલ્યાં જાય છે તેમ ભોગોની જાળને તોડીને મારા બંને પુત્રો અને પતિ ત્યાગધર્મ સ્વીકારે છે તો હું પણ શા માટે તેને ન અનુસરું?
આવી રીતે એ ચારે સમર્થ આત્માઓ થોડા જ કાળમાં અનેક પ્રકારનાં ધન, માલ, પરિવાર, નોકર ચાકરો વગેરેને નિરાસક્તભાવે છોડી ત્યાગધર્મને સ્વીકારી લે છે. અને તેમની મિલકતનો કોઈ વારસ ન હોવાથી તે બધું રાજદરબારમાં પહોંચે છે.
૩૭. વિશાળ અને કુલીન કુટુંબ, ધન અને ભોગોને છોડીને બંને પુત્ર અને પત્ની સહિત ભૃગુ પુરોહિતનું અભિનિષ્ક્રમણ (સંયમમાર્ગનું સ્વીકારવું) સાંભળીને (અને તેણે તજેલા વૈભવને મહારાજા ગ્રહણ કરી રહ્યા હતા તે જોઈને) રાજા પ્રતિ કમળાવતી રાણી વારંવાર આ પ્રમાણે કહેવા લાગ્યાં :
૩૮. હે રાજન્ ! વમન કરેલાને ખાય તે પુરુષ પ્રશંસાપાત્ર ગણાય નહિ, માટે બ્રાહ્મણે જે ધનને વમી દીધું (છોડી દીધું) તે ધનને ગ્રહણ કરવાની આપ ઇચ્છા ધરાવો છો તે કોઈ રીતે યોગ્ય નથી.
૩૯, હે રાજન ! કોઈ તમને આખું જગત કે જગતનું સર્વ ધન આપી દે તો પણ તમારે માટે તે પૂર્ણ નથી. (તુણાનો પાર કદી આવતો જ નથી), વળી હે રાજન્ ! આપને તે શરણરૂપ પણ કદી થવાનું નથી . - ૪૦. હે રાજન્ ! જયારે ત્યારે આ બધા મનહર કામભોગોને છોડીને તમે મરવાના છો. મરણ સમયે આ બધું શરણ રૂપ થવાનું નથી. ખરેખર છે