________________
ઈપુકારીય
૮૧ છે, જે વસ્તુમાં ઘણું દુ:ખ હોય તે વસ્તુ સુખ કરનાર શી રીતે માની શકાય ? એટલે કે કામભોગો અકાંત અનર્થની ખાણ અને મુક્તિમાર્ગના શત્રુરૂપ જ છે.
નોંધ : આસક્તિ એ આત્મમાર્ગથી ભુલાવી સંસારમાં ભટકાવે છે. આસક્ત મનુષ્ય અસત્ય માર્ગમાં આખું જીવન વેડફી નાખે છે. અને આખરે તે વાસનાને જ સાથે લઈ મૃત્યુને શરણે જાય છે.
૧૫. આ (સુવર્ણ, ઘરબાર વગેરે) મારું છે અને આ મારું નથી. આ મેં (વ્યાપારાદિક) કર્યું અને આ નથી કર્યું. આ પ્રમાણે બડબડતા પ્રાણીને રાત્રિ અને દિવસોરૂપી ચોરો (આયુષ્યને ચોરી રહ્યા છે. માટે શા સારુ પ્રમાદ કરવો ?
નોંધ : મમત્વના ગંદા વાતાવરણમાં તો જીવમાત્ર સબડી રહ્યા છે. પોતાની માનેલ વસ્તુ પર આસક્તિ અને અન્ય પર દ્વેષ એ આખા જગતની મનોવૃત્તિ છે. ત્યાં સમજુ મનુષ્ય જાગૃત રહી શકે છે અને જે સમય ગયો તે ફરી ફરી મળતો નથી તેમ માની પોતાના (આત્મશોધનના) માર્ગમાં પ્રયાણ કરે છે.
૧૬. (પિતા કહે છે, જેને માટે આખો સંસાર (બધો પ્રાણી વર્ગ) મહાન તપશ્ચર્યા (ભૂખ, દુઃખ, ટાઢ, તાપ) કરી રહ્યો છે. તે અખૂટ સંપત્તિ, સ્ત્રીઓ, સ્વજનો અને કામભોગો તમોને ખૂબ સ્વતંત્ર રીતે મળ્યાં છે.
નોંધ : આ વચનો પુરોહિતનાં છે. તે એમ બતાવે છે કે સંયમનો હેતુ સુખ મેળવવાનો છે. તે સુખ તમોને સ્વયં મળ્યું છે માટે સંયમ શા માટે લો છો? વાસ્તવિક રીતે સંયમ, રોગ કે તપ ભૌતિક સુખ માટે છે જ નહિ. કેવળ આત્મસુખ પ્રાપ્ત કરવાનાં જ તે સાધનો છે.
૧૭. (પુત્રોએ કહ્યું : હે પિતાજી !) સાચા ધર્મની ધુરાના અધિકારમાંસ્વજન, ધન કે કામભોગોની કશી આવશ્યકતા હોતી જ નથી. તે માટે તો અમે, જગતમાં પ્રતિબંધ રહિત ફરનારા અને ભિક્ષાજવી બની ગુણના સમૂહને કરનારા એવા સાધુ થઈશું.
નોંધ : આ નાના ઘરનું મમત્વ છોડી આખા વિશ્વમાં પ્રવેશ કરીશું અને ભિક્ષાજીવી આદર્શ સાધુ બની આત્મગુણની આરાધના કરશું.
૧૮. જેમ અરણિમાં અગ્નિ, દૂધમાં ઘી અને તલમાં તેલ ન દેખાવા છતાં સંયોગબળથી ઉત્પન્ન થાય છે, તે જ રીત છે બાળકો ! પંચભૂતાત્મક શરીરમાંથી જ જીવ ઉત્પન્ન થાય છે અને શરીરના નાશની સાથે જ જીવ