________________
ઉત્તરાધ્યયન સૂત્ર વેદધર્મનું આ વચન માત્ર અમુક અપેક્ષાએ કહેવાયેલું છે. વેદ ધર્મમાં પણ બ્રહ્મચારી અવસ્થામાંથી કૈક ત્યાગી પુરુષો પાક્યા છે. અને કહ્યું છે કે :
अनेकानि सहस्त्राणि कुमारा ब्रह्मचारिणः ।
स्वर्गे गच्छति राजेन्द्र अकृत्वा कुलसंततिम् ॥ તે બંને બાળકોએ હજુ ત્યાગીનો વેશ ધારણ કર્યો ન હતો. અહીં ભાવનાનું પ્રબળપણું બતાવવા માટે મુનિપદ લીધું છે.
૯. માટે હે પુત્રો ! વેદોને બરાબર ભણીને, બ્રાહ્મણોને સંતોષીને તેમજ સ્ત્રીઓ સાથે ભોગો ભોગવીને અને પુત્રોને ઘરની વ્યવસ્થા સોપીને, પછી જ અરણ્યમાં જઈ પ્રશસ્ત સંયમી થજો.
નોંધ : તે કાળમાં બ્રાહ્મણોને દાન આપવું અને વેદોનું અધ્યયન કરવું તે બંને, ગૃહસ્થ ધર્મનાં ઉત્તમ અંગો મનાતાં. કુળધર્મની છાપ દરેક જીવ પર રહે જ છે તેથી અહીં બ્રહ્મચર્યાશ્રમ પછી ગૃહસ્થાશ્રમ પાળી ત્યાર બાદ વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવાનું કહે છે. પરંતુ આવું પ્રતિપાદન કરવામાં ખાસ કરીને પુત્રો પરની આસક્તિ જ સ્પષ્ટ જણાય છે.
૧૦. બહિરાત્માના ગુણ (રાગ) રૂપી લાકડાંથી અને મોહરૂપી વાયુથી અધિક જાજવલ્યમાન એવા પુત્રવિયોગના શોકરૂપી અગ્નિથી બળતા અંતઃકરણવાળા અને દીનવચન (રે પુત્રો ! ત્યાગી ન બનો એમ મોહથી વલવલાટ કરતા અને) વારંવાર બોલતા
૧૧. વળી જુદાં જુદાં પ્રલોભન આપતા તથા પોતાના પુત્રોને ક્રમપૂર્વક ધન વડે ભોગજન્ય સુખનું નિમંત્રણ કરતા એવા પુરોહિત (પિતા)ને તે બંને કુમારો વિચારપૂર્વક આ વાક્ય કહેવા લાગ્યા :
૧૨. વેદો માત્ર ભણી જવાથી તે શરણરૂપ થઈ શકતા નથી. જમાડેલા બ્રિાહ્મણો કંઈ પ્રકાશ (આત્મભાન)માં લઈ જઈ શકતા નથી તેમ ઉત્પન્ન થયેલા પુત્રો પણ કંઈ (પાપકર્મના ફળ ભોગવવામાં) શરણરૂપ થતા નથી. તો હે પિતાજી ! આ આપનું કથન કોણ માની શકે ?
નોધ: પોતાના ધર્મને ભૂલેલા બ્રાહ્મણોને જમાડવાથી કંઈ સધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. બલકે અજ્ઞાન પેસે છે. વેદોનું અધ્યયન જ કંઈ સ્વર્ગ આપી શકે નહિ. સ્વર્ગ કે મુક્તિ તો આચરેલો સત્યધર્મ જ આપી શકે.
૧૩. વળી કામભોગો પણ ક્ષણમાત્ર જ સુખ અને બહુકાળ દુઃખ આપનારા