________________
ઈષકારીય
૩. તે છે જીવો પૈકી એક પુરોહિત અને જશ નામની તેની પત્ની થયાં. અને બીજા બે જીવ પુરુષપણું પામીને તેમના કુમારરૂપે થયા.
નોંધ : ચાર જીવો બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયા અને બે ક્ષત્રિય કુળમાં જમ્યા.
૪. જન્મ, જરા અને મૃત્યુના ભયથી ત્રાસેલા અને તેથી જ સંસારની બહાર નીકળવાની ઇચ્છાવાળા તે બે કુમારો સંસારના ચક્ર (પરિભ્રમણ)થી છૂટવા માટે કોઈ યોગીશ્વરને જોઈને (ત નિમિત્તથી) કામભોગોથી વિરક્ત થયા.
નોંધ : જંગલમાં કેટલાક યોગીજનોનાં દર્શન થયા પછી પૂર્વયોગનું સ્મરણ થયું અને જન્મ, જરા અને મૃત્યુના દુઃખથી ભરેલા આ સંસારમાંથી છૂટવા માટે આદર્શ ત્યાગની અપેક્ષા જાગી.
૫. પોતાના કર્મમાં પરાયણ એવા પુરોહિત બ્રાહ્મણના તે બંને બાળકોને પોતાના પૂર્વજન્મોનું સ્મરણ થયું અને પૂર્વકાળમાં સંયમ તથા તપશ્ચર્યાનું સેવન કરેલું તે પણ યાદ આવ્યાં.
નોંધ : બ્રાહ્મણનું કાર્ય તે સમયે યજ્ઞયાગાદિ પરત્વે વિશેષ રહેતું.
૬. તેથી તેઓ મનુષ્યજીવનમાં દિવ્ય ગણાતા એવા શ્રેષ્ઠ કામભોગોમાં પણ આસક્ત ન થયા. અને ઉત્પન્ન થયેલા અપૂર્વ વિશ્વાસથી મોક્ષની અભિલાષાવાળા તે કુમારો પોતાના પિતા પાસે આવીને નમ્રતાપૂર્વક આ પ્રમાણે કહેવા લાગ્યા :
૭. આ વિહાર-જીવન અનિત્ય છે. વળી બહુ રોગાદિની અંતરાયવાળું અને અલ્પ આયુષ્યયુક્ત છે તેથી અમોને આવા (સંસાર વધારનાર) ગૃહસ્થજીવનમાં (જરા પણ) સંતોષ થતો નથી. માટે મુનિપણું (ત્યાગજીવન) ગ્રહણ કરવા માટે આપની પાસે આજ્ઞા માગીએ છીએ.
૮. (આ સાંભળીને દુઃખી થયેલા) તેમના પિતાજી, તે બંને મુનિ (ભાવનાથી ચારિત્રશાળી)ઓના ત૫ (સંયમી જીવન)માં બાધા કરનારું વચન બોલ્યા : વેદના પારંગત પુરુષો “પુત્રરહિત પુરુષો ઉત્તમ ગતિને પામતા નથી.' તેમ કહે છે. નોંધ :
अपुत्रस्य गतिर्नास्ति स्वर्गो नैव च नैव च । तस्मात् पुत्रमुखं दृष्ट्वा पश्चाद् धर्म समाचरेत् ॥