________________
ઉત્તરાધ્યયન સૂત્ર ૨૬. હે રાજન્ ! આયુષ્ય તો જરા પણ વિરામ લીધા વિના નિરંતર ક્ષય થતું રહે છે. જેમ જેમ દિવસો વધે તેમ તેમ આયુષ્યકાળ ઓછો થાય છે) જેમ જેમ જરા અવસ્થા આવતી જાય છે તેમ યૌવનની કાન્તિ હણાતી રહે છે. માટે હે પંચાલના રાજેશ્વર ! આ વચનને સાંભળી લે. અને મહારંભ (હિંસા તથા વિષયાદિ)નાં ભયંકર કાર્યોને ન કર. (છોડી દે.) ચિત્તનાં એકાંત વૈરાગ્યોત્પાદક અનુભવનાં વચનો સાંભળી
બ્રહ્મદર (સંભૂતિ) બોલ્યા : ૨૭. હે સાધુપુરુષ ! જે વાક્યને આપ કહો છો તે હું પણ હવે જાણી શકું છું. આ ભોગો જ મને આસક્તિ (બંધન)ના કારણરૂપ છે. પરંતુ છે આર્ય ! અમારા જેવા દુર્બળ)થી ખરેખર તે દુર્જય છે. (આસક્ત પુરુષોથી કામભોગો છૂટવા દુષ્કર છે.)
૨૮. હે ચિત્તમુનિ ! (તેથી જ હસ્તિનાપુરમાં મહાસમૃદ્ધિવાળા સનતકુમાર ચક્રવર્તીને જોઈને હું કામ ભાગોમાં આસક્ત થઈ ગયો અને અશુભ એવું નિયાણું (થોડા માટે ઘણું ત્યાગવું) કરી દીધું.
૨૯. તે નિદાન કર્યા પછી પણ (તમારા કહેવા છતાં) નિવારણ ન કર્યું. તેથી જ આ ફળ મળ્યું છે અને ધર્મને જાણવા છતાં પણ કામભોગોની આસક્તિ છોડી શકતો નથી.
નોંધ : વાસના જાગ્યા પછી પણ જો ગંભીર ચિંતનથી તેનું નિવારણ થાય તો પતિત થતાં બચી જવાય.
૩૦. જળ પીવા જતાં કાદવમાં ખેંચી ગયેલો હાથી કાંઠો જોવા છતાં તેને પામી શકતો નથી. એ જ પ્રમાણે કામભાગોમાં આસક્ત થયેલા અમે (કામભોગોનાં દુષ્ટ પરિણામને જાણવા છતાં) ત્યાગ માર્ગને અનુસરી શકતા નથી.
૩૧. કાળ ઉતાવળો થાય છે. અને રાત્રિઓ જલદી પસાર થતી જાય છે. (આયુષ્યબળ ક્ષીણ થતું જાય છે.) મનુષ્યોના કામભોગો પણ નિત્ય નથી. પક્ષીઓ જેમ ફળ ખરી ગયા પછી વૃક્ષને તજી દે છે તેમ પ્રાપ્ત થયેલા કામભોગો પણ પુરુષને તજી દે છે.
નોંધ : તરુણવયમાં જે કામ ભોગો પ્યારા લાગે છે તે જ વૃદ્ધવયમાં આકરા થઈ પડે છે.
૩૨. જો ભોગીને સર્વથા છોડવા માટે સમર્થ ન હો તો હે રાજન્ ! દયા, પ્રેમ, પરોપકાર ઇત્યાદિ આર્યકર્મો કર. સર્વ પ્રજા પરદયાળુ તથા