________________
ચિત્તસંભૂતીય
૭૧ માળી રાજ્યમંડપમાં આવી ભર કચેરીમાં તે પૂર્ણ શ્લોક સંભળાવે છે. આથી બ્રહ્મદત ચક્રવર્તી માળીની હાલતમાં પોતાના ભાઈને જોતાં વાર જ મૂર્શિત થઈ પડી જાય છે. આ સ્થિતિમાં રાજ્યપુરુષો તે માળીને પકડી કેદ કરે છે. અંતે તે સાચી વાત જાહેર કરે છે અને જેની પાસેથી તે ગાથા સાંભળી છે તે મહા પ્રભાવશાળી યોગીરાજને ત્યાં તેડી લાવે છે. - બ્રહ્મદત્ત પોતાના ભાઈનું અપૂર્વ ઓજસપૂર્ણ શરીર જોઈ સ્વસ્થ થઈ જાય છે અને કહે છે કે ભાઈ ! આવી સમૃદ્ધિ પામ્યો અને આપ આ ત્યાગનાં દુઃખો ભોગવો છો તેનું શું કારણ? ચિત્ત પણ પોતાના પૂર્વ આશ્રમનું સુખ જણાવે છે. અને ત્યાગમાં દુઃખ છે કે સાચું સુખ છે તેની પ્રતીતિ આપે છે. - ત્યાગ એ પરમ પુરુષાર્થનું પરિણામ છે. ત્યાગનાં શરણ બળવાન પુરુષો જ ગ્રહણ કરી શકે છે. ત્યાગ એ સિંહવૃત્તિવાળા પાત્રમાં જ ટકે છે. સૌ જીવો આત્મપ્રકાશને ભેટવા તત્પર છે. ઘટતો પુરુષાર્થ પણ કરે છે. અપાર દુઃખ પણ વેઠે છે. છતાં વાસનાની આંટીમાં ફસાયેલાં પ્રાણીનો પુરુષાર્થ ઘાણીના બળદની માફક ત્યાં ને ત્યાં જ રાખી મૂકે છે. આસક્તિનો રોગ ચિત્તની વિશુદ્ધિ થવાથી નાશ પામે છે. શુદ્ધ વૈરાગ્યનાં પરિણમન તેવા જ અંતઃકરણમાં સહજ સહજ થઈ જાય છે.
૧. ચંડાલના જન્મમાં (કમ પ્રકોપથી) પરાભવ પામેલા સંભૂતિ મુનીશ્વરે હસ્તિનાપુરમાં (સનતકુમાર ચક્રવર્તીની ઋદ્ધિ જોઈને) નિયાણું (આવી સમૃદ્ધિ મળે તો કેવું સારું એવી વાસનામાં તપ વેચ્યું) કર્યું અને તેથી પબગુલ નામના વિમાનથી ચળીને (પછીના ભવમાં) ચુલની રાણીની કૂખે બ્રહ્મદત્ત રૂપે તેને અવતરવું પડ્યું.
નોંધ : ઉપરની વાતમાં સવિસ્તર બિના આપી છે એટલે અહીં આપવાની જરૂર નથી. પદ્મગુલ વિમાનમાં પહેલા દેવલોક સુધી બંને ભાઈ સાથે હતા. આ વખતે જ સંભૂતિ જુદો પડી ગયો તેનું કારણ એ કે તેણે નિયાણું કર્યું હતું. નિયાણાથી તેને મહાઋદ્ધિ મળી ખરી. પરંતુ સમૃદ્ધિનાં ક્ષણિક સુખ ક્યાં અને આત્મદર્શનનો આનંદ ક્યાં ? એની સમાનતા કદી હોઈ શકે ?
૨. એ પ્રમાણે કાંપીલ્ય નગરમાં સંભૂતિ ઉત્પન્ન થયા. અને (તેના ભાઈ) ચિત્ત, પુરિમતાલ નગરમાં વિશાલ એવા શેઠ કુળમાં ઉત્પન્ન થયા. ચિત્તના અંતઃકરણમાં વૈરાગ્યના ગાઢ સંસ્કારો હતા એથી) ચિત્ત તો સાચા ધર્મને સાંભળીને શીધ્ર ત્યાગી થઈ ગયા.