________________
૭)
ઉત્તરાધ્યયન સૂત્ર
વિખરાઈ જાય છે. અને તે જ કારણને લઈને સંભૂતિ કાંપીલ્ય નગરમાં ચુલની માતાને કૂખે ઉત્પન્ન થઈ બ્રહ્મદત્ત નામનો ચક્રવર્તી (મહાન મંડલેશ્વર) રાજા થઈ બેસે છે.
ચિત્ત પુરિમતાલ નગરમાં ધનપતિ નગરશેઠને ત્યાં જન્મ લે છે. ત્યાં પણ પુણ્યપ્રભાવને લઈને મિત્ર, પરિવાર, યુવતીઓ, માતા-પિતાઓ અને સંપત્તિ સંબંધી અનેક પ્રકારે સુખમોજ માણી રહ્યો છે.
એકદા સંતની પાસેથી એક અતિ ગંભીર ગાથા તેના કર્ણદ્વારમાં અથડાણી. તે પર વિચાર કરતાં પ્રથમ આછું આછું સ્મરણ થયું, કે “આવું મેં ક્યાંક સાંભળ્યું છે અને એ ચિંતનના પરિણામે પૂર્વ સંસ્કારો તાજા થયા. ગત જન્મોને તેણે એક જ વારમાં જોઈ લીધા. અને તે જ ક્ષણે સર્પ કાંચળીને છોડી દે તેમ માતા, પિતા અને સ્વજનોના સ્નેહ, રમણીઓના ભોગવિલાસ અને સંપત્તિના મોહ છોડી દીધા. અને અપૂર્વ યોગી બની અભિનિષ્ક્રમણ કર્યું.
પૂર્વના સંભૂતિ આ જન્મમાં બ્રહ્મદત્ત ચક્રવર્તી રૂપે હતા. ચક્રવર્તીનાં અપ્રતિહત અને સર્વોત્તમ દિવ્ય સુખો ભોગવવા છતાં તેના અંતઃકરણમાં કોઈ કોઈ વખત અવ્યક્ત રીતે ઝીણી ઝીણી વિરહવેદના સાલ્યા કરતી. એકદા તે બગીચાના વિહારનો આનંદ લૂંટી રહ્યા હતા. એકાએક નવપુષ્પનો દડો જોઈ તેને આછું સ્મરણ આવ્યું કે “આવું મેં જોયું છે, અને અનુભવ્યું પણ છે' તુરત જ દેવગતિના વિમાનનાં સ્મરણો અને સાથે જ પૂર્વભવના સ્મરણો તાજા થયાં. ચિત્તનો વિરહ તેને અસહ્ય થઈ પડ્યો.
ભોગોની આસક્તિમાં હજુ સુધી જરા પણ ન્યૂનતા આવી ન હતી. પરંતુ ભાઈ પરના વિશુદ્ધ ને ગાઢ સ્નેહે ભાઈને મળવાની અપાર તાલાવેલી તો જાગી ગઈ હતી. તેણે તેમને શોધી કાઢવા માટે આ “સિ મિસTT દંસ ચાંડાત્મા ૩મરન' અર્ધશ્લોક રચી દેશોદેશમાં પટહ (ઢંઢેરો) વગડાવી જાહેર કર્યું કે આ શ્લોકને જે પૂર્ણ કરશે તેને અર્ધ રાજપાટ મળશે.
આ વાત દેશોદેશમાં પ્રસરી ગઈ છે. ચિત્તમુનિ ગામોગામ વિચરતા કાપીલ્ય નગરના ઉદ્યાનમાં આવે છે ત્યાં એક માળી છોડવાને પાણી પાતાં આ ગાથા ઉચ્ચાર્યા કરે છે. આ ગાથા સાંભળી ચિત્તમુનિ સ્તંભી રહે છે. આખરે તેની પાસેથી વૃત્તાન્ત જાણી એ ગાથાનાં આ પ્રમાણે “રૂTો છઠ્ઠિયા તારું મન્નમUT ના વિUT' બે ચરણ આપી તેને પૂર્ણ કરે છે.