________________
ચિત્તસંભૂતીય બંને ભાઈને તેણે સંગીતશાસ્ત્રમાં પારંગત કરી મૂક્યા. પરંતુ એકદા ત્યાંથી પણ અબ્રહ્મચર્યના દોષે તેને જીવ લઈને ભાગવું પડ્યું. આખરે તે ફરતાં ફરતાં હસ્તિનાપુરમાં આવી પોતાની બુદ્ધિના પ્રભાવથી સેકડો મંત્રીના શિરમંત્રી થઈને રહેલ છે.
ચિત્ત અને સંભૂતિ સંગીતવિદ્યાના પ્રભાવે ત્યાંની આખી આલમને આકર્ષે છે. આથી કાશીરાજ પાસે ત્યાંના સંગીત શાસ્ત્રીઓ ન્યાય માગી ઇર્ષાથી તેમનું અપમાન કરાવી કાશીની બહાર કઢાવી મૂકે છે. ત્યાં પણ દુઃખી થાય છે. પછી આ પરાભવથી કંટાળી પર્વત પરથી પડતું મૂકવા તૈયાર થાય છે. ત્યાં એક મહાન જૈન મહાત્માનો ભેટો થાય છે અને અકાળ મૃત્યુથી બચાવી લે છે.
ચંડાલ કુળજાત હોવા છતાં પૂર્વ સંસ્કારોની પ્રબળતાથી અને ભાઈઓ સંસારની અસારતાને યથાર્થરૂપે સમજી ત્યાગમાર્ગને ગ્રહણ કરે છે અને પદ્ધતિસર યોગમાર્ગની સારી તાલીમ મેળવ્યા બાદ ગુરુ આજ્ઞાથી છૂટા પડે છે.
એ બંને ત્યાગીઓ ફરતાં ફરતાં અનેક સિદ્ધિઓને પ્રાપ્ત કરીને હસ્તિનાપુરમાં જ આવી ચડે છે કે જ્યાં નમુચિ મહા મંત્રીશ્વર પદે હતો. પૂર્વ પરિચિત ચંડાલોને સાધુ વેશમાં તે ઓળખી લે છે, અને તેથી પોતાનું પોગળ રખેને ખુલ્લું થશે ! એ ભયથી શહેરની બહાર હાંકી કઢાવે છે. - ચિત્ત આ બધું કષ્ટ શાંતિપૂર્વક ચિત્તમાં ખેદ લાવ્યા વગર સહી લે છે. પરંતુ સંભૂતિ આ પરાભવને સહેવા અસમર્થ નીવડે છે. તપશ્ચર્યાના મહાન પ્રભાવથી પ્રાપ્ત કરેલી સિદ્ધિનો ઉપયોગ કરવા તૈયાર થાય છે. ચિત્ત પોતાના બંધુને ત્યાગીનો ધર્મ સમજાવે છે છતાં સંભૂતિનો કોપ શાંત થતો નથી તેના મુખમાંથી ધૂમ્ર (ધુંવાડા)ના ગોટેગોટા નીકળ્યા કરે છે.
આ વાતની જાણ પ્રજા દ્વારા ત્યાંના મહારાજા (સનતકુમાર ચક્રવર્તી)ને પણ થાય છે. તે પોતે સસૈન્ય, સપરિવાર એ મહાતપસ્વીના દર્શનાર્થે આવે છે. સંભૂતિમુનિ તે મહારાજાની સમૃદ્ધિ જોઈ આસક્ત થાય છે.
પોતાની અપૂર્વ બળે પ્રાપ્ત કરેલી તપશ્ચર્યારૂપ ઝવેરાતને આવા ક્ષણિક કામભોગરૂપી કોડી ખાતર વેચી દે છે. (જૈનદર્શનમાં આને નિયાણું કહેવાય છે. નિયાણું એટલે ઉત્તમ કાર્યની પાછળ સ્વાર્થની ભાવના જાગે તે.) ચિત્તનો ઉપદેશ તેને જરાએ અસર કરતો નથી.
ત્યાંથી કાળગત થયા પછી શુભ કર્મ દ્વારા એ બંને દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. ત્યાંનું પૂર્ણ આયુષ્ય ભોગવ્યા પછી આસક્તિને લઈને પ્રેમપ્રવાહ