________________
૩૧૩
નિર્માણકર્તા બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું, દેવતાઓ | મેં ભગવાનની વાણી સાંભળી છે. તમે પણ મારા દ્વારા એ વાણુંને તરત હમણાં જ સાંભળી લે અને પછી એમ જ કરે. એનું પાલન કરવામાં લગારેય વિલંબ ન થવો જોઈએ. જોકે આમ તે ભગવાનને ધરતીના દુઃખની પ્રથમથી જ ખબર છે, તેઓ જ ઈશ્વરનાય ઈશ્વર છે, તેથી તેઓ પોતાની કાળશક્તિ દ્વારા પૃથવીને ભાર હરણ કરતા કરતા જ્યાં લગી પૃથ્વી પર લીલા કરતા કરતા વિચરે, ત્યાં તમે પણ તમારા અંશે સાથે યદુકુલમાં જન્મ લઈને એમની (ભગવાનની) લીલામાં સાથ આપે. વસુદેવજીને ઘેર સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થશે. એમની અને એમના પ્રેયસી-પની–વની સેવા માટે દેવાંગનાઓ પણ અવતાર ધારણ કરશે ! સ્વયંપ્રકાશ ભગવાન શેષનાગ પણ જે ભગવાનની કલારૂપ હોવાને કારણે અનંત છે (કેમકે અનંતને અંશ અનંત જ હેય છે.) અને જેમને હજાર મુખ છે. ભગવાનને વહાલું કામ કરવાને માટે ભગવાનના પહેલાં પણ એમના મોટાભાઈના રૂપમાં અવતાર ધારણ કરશે. ભગવાનની તે અશ્વર્યશાલિની યોગમાયા પણ જેમણે આખાયે જગતને મોહિત કરી રાખ્યા છે તે (ગમાયા) સુધાં ભગવાનની આજ્ઞાથી ભગવાનનું લીલાકાર્ય સંપન્ન કરવા માટે અંશરૂપમાં જરૂર અવતાર પ્રહણ કરશે. હે પરીક્ષિત રાજન ! આ પ્રમાણે બ્રહ્માજીએ દેવતાઓને આ પ્રકારે આજ્ઞા આપી અને પૃથ્વીને પણ સમજાવી–બુઝાવી હૃદયસમાધાન આપ્યું. ત્યારબાદ તેઓ પિતાના ઉત્કૃષ્ટ ધામ સત્યલોકમાં ચાલ્યા ગયા !
આકાશવાણી અને કંસની કૂરતા ડારનારો ડરે પોતે, તેયે નીડર માનીને, ઘણું ઘણું અનર્થો તે, કરે ર ક્ષણે ક્ષણે. ૧