________________
૩૧૨
શ્રી બ્રહ્મચારી શુકદેવજી ખેાલ્યા : “હું ભગવાનની લીલારસના રસિયા રાજર્ષિ ! તમે જે નિશ્ચય કર્યો છે, તે ઘણેા જ સુંદર અને આદરપાત્ર છે. કેમકે હવે તમે ભગવાન શ્રીકૃષ્ણની લીલા-કથા સુણવા સ્વાભાવિક રીતે ઉત્સુક થયા છે. જેમ ગ*ગાજલ કે ભગવાન શાલિ ગ્રામનું ચરણામૃત બધાંને પવિત્ર કરી નાખે છે, તેમ ભગવાન શ્રીકૃષ્ણની કથા સંબંધમાં પદ્મ કરવાથી જ શ્રેતા, વ્યક્તા અને પ્રશ્નાર એ ત્રણેય વ્યક્તિએ પવિત્ર થઈ જાય છે. રાજન ! તે સમયે શાસકગણુ ધમડને લીધે ધર્મનું ઉલ્લંધન કરી નાખતા હતા. ખરી રીતે તેઓ રાજા નહાતા, પણ રાનએના રૂપે જન્મેલા અસખ્ય દૈત્યે જ જાણે પ્રગટ થઈ ચૂકયા હતા ! એમના અસરૢ ભારથી ધરતીને બહુ બહુ પીડા થવા લાગી. તેથી પૃથ્વી પેાતાના ભારની પીડા મટાડવા બ્રહ્માજી કને પહેાંચી ગઈ. પૃથ્વીએ એ સમયે ગાયનું રૂપ ધારણ કરી રાખેલું અને એની આંખામાંથી વહી વહીને આંસુડાંએ માઢા પર છાઈ રહ્યાં હતાં! પૃથ્વીનું મન તા ખિન્ન હતું જ અને શરીર પશુ બહુ જ કૃશ થઈ ગયું હતું, ને મેટા કરુણ સ્વરથી ભાંભરી રહેલી હતી, બ્રહ્માજી પાસે જઈ એણે પોતાની પૂરેપૂરી કટકથા સંભળાવી, બ્રહ્માજીએ ઊંડી સહાનુભૂતિની સાથે એ દુઃખ-કથા સાંભળી લીધી અને પછી તરત ભગવાન શંકર તથા સ્વર્ગના જુદા જુદા મુખ્ય રવા તથા ગાય રૂપે પાતા પાસે આવેલી એ પૃથ્વીને સાથે લઈ ક્ષીરસાગરના કિનારા પર ગયા. ભગવાન પે।તે તેા દેવાનાય આરાધ્ય દેવ છે. તેથી ભગવાન પેાતાના ભક્તાની સમસ્ત અભિલાષાઓ પૂર્ણ કરે છે અને તેઓ એમનાં સકષ્ટોના નાશ કરી છે. તે જ જગતના એકમાત્ર સ્વામી છે.
ક્ષીરસાગરના તટે પહેાંચીને બ્રહ્માજી અને દેવાએ ‘પુરુષ સુકત્ત’ દ્વારા એ પરમ પુરુષ સર્વાંતર્યામી પ્રભુની સ્તુતિ-પ્રાર્થના કરી. બ્રહ્માજી તે! સ્તુતિ કરતાં કરતાં સમાધિસ્થ થઈ ગયા. બ્રહ્માજીએ સમાધિ-અવસ્થામાં આકાશવાણી સાંભળી ! એ પછી જગતના