________________
૩૧૧
અયોગ્ય જ ગણાય ને? મનુષરૂપે દ્વારિકાપુરીમાં યંદુવંશીઓ સાથે એમણે કેટલાં વર્ષો ગાળ્યાં ? સર્વશક્તિમાન એ પ્રભુની પત્નીઓ કેટલી હતી ? એમણે કેટલાં લગ્ન કર્યા ? આપ તો હરદમ એ પ્રભુલીલામાં મસ્ત રહે છે, તેથી આ મેં નામ લઈ લઈને જે પૂછયું તે ઉપરાંત પણ ઘણું ઘણું સંભળાવી શકશે આપ પૂરા જાણકાર છે અને હું મહાજિજ્ઞાસુ છું. અન્ન તે શું, બલકે મેં પાછું પણ તજયું છે, છતાં જગતજીને અન–પાણી વિના જે વેદના થાય છે, તે મને જરા પણ ત્રાસ આપતી નથી, થતી પણ નથી. એનું કારણ એ છે કે આપના પવિત્ર મુખકમળથી જે સુધામયી લીલાકથા કહેવાય છે તેમાં જ સુધાતૃષા મિટાવવાનું અમલું રસાયણ પડ્યું છે ” ત્યારે શ્રી સુતજીએ કહ્યું : “શૌનકજી ! ભગવતપ્રેમીઓમાં અગ્રણી એવા શુકદેવજીને પરીક્ષિતજીએ જ્યારે આમ પૂછ્યું ત્યારે શુકદેવજીએ તેમનું ખાસ અભિનંદન કર્યું અને સદા માટે સમસ્ત કલિમલ નારી એ કથાલીલાઓનું ભવ્ય વર્ણન શરૂ કરી દીધું.”
પ્રભુને અવતાર લેવા પ્રાર્થના
સવૈયા–એકત્રીસા મર્ય સમાજે ધર્મપ્રતિષ્ઠા, જેથી વ્યક્તિની સ્વતંત્રતા, સાચે માગે વ્યક્ત થતી ત્યાં નીતિન્યાયની વિશેષતા; આવે કારણે જરૂર પડે છે વિરલ વિભૂતિની જ્યારે, સુજન વ્યક્તિઓ સમાજ સાથે સફળ યાન કરતી ત્યારે. ૧
અનુક
ઐશ્વર્ય પ્રભુનું જાણે, સાક્ષાત્ એવે સમે થતું, પ્રત્યક્ષીભૂત એ માટે, કે વાયે હિંદ શાશ્વતુ. ૨