________________
૩૧૪
કરતા કાઢવી શીવ્ર, વાયુમંડળ માંહ્યથી; મર્ય સમાજમાં તેથી, સદયતા વધે ઘણું. ૨ વાણીમાં નિત્ય માધુર્ય, સાથે મૌલિક સત્ય હે, ગૂઝ અસત્ય સામે સા, વિશ્વપ્રેમ ન વિસર. ૩
પ્રાચીનકાળમાં યદુવંશી શરસેન રાજા થઈ ગયા, જેઓ મથુરા નગરીમાં રહીને માથુરમંડળ અને રસેનમંડળનું રાજ્યશાસન ચલાવતા હતા. એ જ સમયથી મથુરાનગરી સમસ્ત યદુવંશી રાજાઓની રાજધાની બની ગયેલી. મથુરાને મહિમા અપરંપાર છે, ત્યાં તો સદાય ભગવાન શ્રી હરિ વિરાજી રહ્યા છે
એક વાર મથુરામાં સૂરસેનના પુત્ર વસુદેવજી વિવાહ કરીને પિતાની નવવિવાહિતા ધર્મ પત્ની દેવકીજીની સાથે ઘેર જવા માટે રથ પર સવારી કરી ચાલ્યા જતા હતા. ઉગ્રસેનને પુત્ર કંસ રાજા હતો. તે રાજાએ પોતાની આ કાકાઈ બહેન દેવકીજીને પ્રસન્ન કરવા માટે, એના રથડાઓની લગામ પકડી લીધી હતી અને તે પોતે જ રથ હાંકવા લાગ્યો. જો કે એની સાથે સેનાથી બનેલા સેંકડો રથ ચાલતા હતા ! દેવકીજીના પિતા હતા દેવક. પિતાની પુત્રી દેવકી ઉપર તેમને ઘણે પ્રેમ હતા. કન્યાને વિદાય કરતી વખતે દેવકે સેનાના હારથી શણગારેલા ચાર હાથીઓ, પંદર હજાર ઘોડાઓ અને અઢારથો રસ તથા સુંદરસુંદર વસ્ત્રાભૂષણેથી ઓપતી બસે સુકુમાર દાસીઓ દાયરામાં આપી હતી ! વિદાય સમયે વરવહુના મંગળ પ્રયાણ માટે એકીસાથે શંખ, તુરાઈ, મૃદંગ અને દુદુભિ વાજા વાગવા લાગ્યાં. પેલો કંસ માર્ગમાં જે સમયે ઘેડાની લગામ કડીને પિતે રથ હાંકી રહ્યો હતો, ત્યારે જ આકાશ વાણુએ એને સંબોધીને કહ્યું: “અરે મૂરખ ! જે બહેનને તું રથમાં બેસાડીને લઈ જઈ રહ્યો છે, તેણીનું આઠમા ગર્ભનું સંતાન જ તને