________________
જવાથી પ્રજાધર્મને પાસ થયો હતો. જ્યાં રાજ્યના વડીલ સ્વાર્થમાં અંધ બની પક્ષપાતી બન્યા હોય ત્યાં ન્યાય શેને મળે ? જ્યાં કેવળ સત્તા અને સંપત્તિ પ્રાપ્ત કરવાનું જ લટય રાખી દુષ્ટ આયોજન નિર્માણ થતાં હોય તેને અનુરૂપ દુષ્ટ શાસન એટલે કાનને ઘડાતા હોય ત્યાં રાજધર્મને પણ હાસ થઈ જાય છે. ક્ષાત્રધર્મ તો રહેતા જ નથી. આમ ચારેય વર્ણન અને રાજા-પ્રજા બધાના ધર્મો ક્ષીણ થયા હોય, ઊલટાનાં અસત્ય સત્યના વાઘા પહેરીને, અધર્મ ધર્મનું ઓઠું લઈને ધૂર્તતાની જ વૃદ્ધિ કરતા હોય, ધૃતરાષ્ટ્ર અને કૌરવગણ ભીમને ઝેર આપે. લાક્ષાગૃહમાં જીવતા પાંડવોને સળગાવી મૂકે અને તેમના નાશ માટે ને એમને ત્રાસ આપવા માટે ભયંકર કાવતરાં કરાય ત્યારે પણ જાહેરમાં વિદુરજી, ભીષ્મ, દ્રોણ કે કૃપાચાર્ય પણ વિરોધ ન કરે અને ન્યાયનીતિ ને સત્યમાં સ્થિર તેવા ધર્મરાજા યુધિષ્ઠિર મન, વચન, અને કાયાથી ધર્મરાજાની આજ્ઞા પ્રમાણે વર્તવામાં દઢ તેવો જ સંકલ્પી ભીમ, સરલ હૃદયી બાણાવળી અજુન, નમ્રતાના અવતાર સમા નકુળ પ્રભુ કે દેવ જિવાડે તેમ જીવનાર શ્રદ્ધાળ સહદેવ વગેરે અને ભક્તહૃદયા કુતાજી પર આવી ત્રાસ થતા હેય તે સામાન્ય સજજનના શા હાલ હશે ? એ વિચારથી જ શ્રીકૃષ્ણ નિર્ણય કર્યો કે પાંડવોને સક્રિય કરી તેમના દ્વારા સજ્જનેને સંગઠિત કરી, વ્યવસ્થિત કરી તેમને માર્ગદર્શન આપી તેમની એક બાજુથી રક્ષા કરવી; બીજી બાજુથી દુર્જનને એક પછી એક અને એકત્રિત રૂપે પણ તેમનાં દુષ્કાનો પ્રતિકાર કરી દાંડ તરવાને દંડવાં ને તેમની બુદ્ધિને જ વધુ ભમાવી તેમના પાપે જ તે મરે તેવો વ્યુહ રચવો. સાથેસાથ ભકત અને સજજને અને સમ્યક દર્શનરૂપી સુદર્શન વડે ધર્મચક્રનો પણ વિસ્તાર વધારતા જવો.
(ક) સજ્જનની રક્ષા અને સહાય આમ વિચારી ભગવાને અકરજીને હસ્તિનાપુરના સમાચાર