________________
શકિતના સારાંશ સમી પટરાણીઓના પ્રેમથી અંકિત કરી અક્રૂરજી અને ઉગ્રસેનજીની છત્રછાયા નીચે એકત્વથી રસી દઈને પ્રભુએ સુધર્મની વ્યવસ્થાને આરંભ કર્યો હતો. ભલે તેની અસર ભારત પર હતી છતાંય તે પ્રયોગ પણ દ્વારકાક્ષેત્રની આસપાસ પ્રવર્તતો હતો. હવે ભગવાને બૃહદ્ ભારત તરફ નજર ફેરવી. હસ્તિનાપુરની જ સ્થિતિ જોતાં ખ્યાલ આવ્યો કે કંચનત્યાગી, કેવળ બ્રહ્માથે જીવન જીવનાર વિદ્યાવિદ્ બ્રાહ્મણો રાજ્યાશ્રયના બદલામાં વિદ્યા વેચી રહ્યા છે. કૃપાચાર્ય રાજપુત્રોને વિદ્યાદાન આ રીતે દઈ રહ્યા છે. પોતાના અપમાનનો બદલો લેવાના ડંખથી દ્રોણાચાર્ય પણ રાજ્યાશ્રય લઈ એ જ માર્ગે વળી રહ્યા છે. દ્રુપદની વેરતૃપ્તિ માટેના યજ્ઞનું યજન સ્વીકારનાર બ્રાહ્મણે પણ તેના આશ્રયે હાજર હતા. આમ બ્રાહ્મણે યાયક, લાલચુ અને યજમાન-આશ્રિત બનતા જતા હતા અને તેઓ ક્ષત્રિય પર પોતાનો પ્રભાવ રાખવાને બદલે એમના પ્રભાવ નીચે આવી ગયા હતા. વેશ્યા, પ્રજાપાલન અને પિષણનું યજ્ઞકાર્ય ચૂકીને મયદાનવ જેવી વિદ્યા શીખી રાજ્યાશ્રય મેળવી જળને સ્થળ અને સ્થળને જળ બતાવનારી એટલે કે સાચાને જુઠું અને જૂઠાને સાચું કહી કેવળ માયાના મોહમાં ફસાઈ માનવીને બદલે દાનવી બનતા જતા હતા. સેવકે અર્થના દાસ બનીને ક્ષત્રિયના અન્યાયને પણ નિભાવી લેતા હતા. આમ ક્ષત્રિયોનું વર્ચસ સર્વોપરી થતાં રામુણે ઘેરો ઘા હતા. “હું” અને “મારા વંશના' અભિમાનથી સામસામાં પડકાર કરી તેઓ લડતા હતા. ભીષ્મ જેવા પણ પિતાના વંશમાં જ પ્રિય કન્યા જોઈએ તેમ કહી વાગ્દત્તા સહિત ત્રણેય કન્યાઓનું અપહરણ કરી જતા હોય, હજારો રાજકન્યાઓને અસુરો ગાંધી રાખતા હોય તે સામાન્ય સ્ત્રી જનની હાલત શી હશે ? સ્ત્રીઓને ઢેરની જેમ મિલકત માની ગુજરી બજારમાં વેચાય, જુગારમાં રમાય, તેમનું અપહરણ થાય, સલાં પણ ઊપાડી જવાય એવી અરાજકતા સામે પ્રજા એક અક્ષર પણ ન બોલે તેવી ભયભીત અને દીન બની