________________
૫૯
સગાંવહાલાં સૌને સ્વજન બનાવી, સૌને નેહ છતી, પારકાંને પોતીકાં બનાવી, વેરઝેરને સ્થાને એમણે પ્રેમ-મૈત્રીનું રસામૃત પીરસી જીવનને જાણવા-માણવા જેવું બનાવી દીધું. એની અદ્દભુતતાનું વર્ણન કરતાં સંતબાલ કરે છે
(અનુટુપ) સ્નેહ વિનોદ નિઃસંગી, શુદ્ધ શંગારી યૌવન; જોયું, જાણ્યું અને માણ્યું, શ્રીકૃષ્ણ પ્રભુ જીવન વજ ને દ્વારકા વચ્ચે, પરાયાં પોતીકાં જને; ત્યાં તો માલ, કર્તવ્ય-સંબંધો સાચવ્યા અહા !(પા. પ૩૫)
(૩) અવતારી કાયને આરંભ થાય છે ધર્મની ગ્લાનિ, ને ઉપાડ અધર્મને; ત્યારે ત્યારે હું આત્માને, ઉપજાવું છું ભારત. દુષ્કતોના વિનાશાથે, રક્ષાથે સાધુઓ તણા; ધર્મ-સંસ્થાપના માટે, સંભવું છું યુગે યુગે,
(ગીતા અ. ૪. લે. ૭૮) ગોકુળ -વજ-વૃંદાવનમાંથી આસુરી તને હઠાવી વાલો અને ગજને પરને ત્રાસ નિવારી એમને પ્રેમાનુશાસનની છત્રછાયા નીચે અધ્યાત્મ-પુટવાળું ન્યાયનીતિશીલ અને ધર્મપૂર્વકનું જીવન જીવતા કર્યા. જીવન અને પિતાનું સર્વસ્વ શ્રીકૃષ્ણની આજ્ઞામાં અર્પણ કરનાર ગોપીઓ દ્વારા જ્ઞાતિ, જાતિ, પંથ ને પાયાના ભેદથી મુકત કેવળ સર્વત્ર વાસુદેવને જોનારા દર્શનથી દીપડું કરી જીવનને સમતા ને પ્રેમના માધુર્યથી મઢનારી ગોપીઓએ ભગવાનના વિરહ વખતે સ્વયં ભગવાનની જેમ જીવીને વ્રજને જીવંત રાખ્યું હતું. દ્વારકાને પણ આક્રમણકારી આસુરી તત્તના ભયથી મુક્ત કરી મૂર અને નર્કાસુરના ત્રાસમાંથી છોડાવેલી સન્નારીઓ અને સારાયે ભારતની સજજન