________________
૪૯
થતાં કંસ જ કેધ અને ભયમાં કૃષ્ણ પર ધસી ગયો અને તે પણ મરણશરણ થયો. આમ બલમદના પ્રતિનિધિ સમે હાથી એટલે પરપડક ગર્વને, વિદ્યામદથી ઉભા થતા ઠેષના પ્રતિનિધિ ચાણુરને, મુષ્ટિમદ એટલે સામર્થ્ય મદથી જન્મતા મત્સરના પ્રતિનિધિરૂપ મુષ્ટિકને અને સત્તામદના પ્રતિનિધિરૂપ કંસને વધ કરી ભગવાન નમ્રાતિનશ્ર બન્યા. સમગ્ર સભાને નમસ્કાર કરી તે જ ક્ષણે જાહેર કર્યું કે મથુરાના ગાદીપતિ ઉગ્રસેનજીની આજ્ઞા મારે શિરોમાન્ય થશે; તે મારા શિરછત્ર છે. તેમને સૌથી પહેલાં જેલમુક્ત કર્યા. માતાપિતાને વંદન કરી પિતે આજ સુધી સેવા-સુશ્રુષા કરી નથી શક્યા તેની ક્ષમા માગી, મામા પ્રત્યેને ભાવ છતાંય ભગવાન માટે તેનો વધ કર્તવ્યરૂપ થઈ પડશે. માટે જ કહ્યું છે :
સગે અન્યાયકારી હે, લેહસંબંધીથી ભલે; ક્ષત્રિયે શૌર્ય જેરે ત્યાં, તેને દોષ તજાવશે. (પા. ૪૩૨)
(મા) રણછોડને સંકલ્પ
(સયા એકત્રીસા) ધર્મયુદ્ધ જ્યાં અનિવાર્ય, ત્યાં અવશ્ય તે કરવું જ પડે; કિન્તુ યુદ્ધ ન થાય કદીએ, તેવું સહુએ રેવું ઘટે. કારણુ યુદ્ધ જનમાલહાનિનાં, જોખમ ઘણું રહ્યાં; અહિંસક સત્ય સમાજ રાખવા, અયુદ્ધ ભાવ પ્રિય ગણવા.
(પ. ૫૧૯) કંસરાજાને બે રાણું હતી : અસ્તિ અને પ્રાપ્તિ. બંનેએ પિતાના પિતા મગધન રેશ પાસે જઈ કંસવધની વાત કરી. એથી એને મહાક્રોધ થયું. એણે દઢ નિશ્ચય કર્યો કે યદુવંશીને રહેવા જ ન દે. આથી ત્રેવીસ અક્ષૌહિણી સેના સાથે જઈ મથુરાનગરી ઘેરી. ચોમેરથી ઊભરાતા સમુદ્ર જેવી સેના જેઈને નાગરિકે ભયભીત બની
૨-૪